Western Times News

Gujarati News

ભરૂચ SOGનું સફળ ઓપરેશન: જબુંસરના પીલુદ્રા ગામેથી એકને ૪૭ હજારના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ એસ.ઓ.જી પોલીસે રૂપિયા ૪૭ હજાર થી વધુના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે જબુંસરના પીલુદ્રા ગામેથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો.   ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા સુચના આપેલ તેના આધારે ભરૂચ એસ.ઓ.જી ની ટીમ જંબુસર – વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

તે દરમ્યાન બાતમી મળેલ કે જંબુસર તાલુકાના પીલુદ્રા ગામ કેનાલ ચોક્ડી નજીક રહેતા શીવાભાઈ ભીમસંગભાઈ પરમારના ઘરે ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો રાખવામાં આવેલ છે.આ બાતમીના આધારે સર્કલ પોલીસ ઈન્સપેકટર એસ.એસ.રાઠોડ જંબુસર વિભાગ તથા એસ.ઓ.જી ટીમ સાથે તેના ઘરે રેઈડ કરતા ગેરકાયદેસર નશાકારક માદક વનસ્પતિ જન્ય ગાંજાનો ૭ કિલો ૯૬ર ગ્રામનો કિંમત રૂપિયા ૪૭,૭૭૨ નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ગાંજો તેમજ મોબાઈલ ફોન તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા ૪૮,૫૭૨ ના મુદામાલ સાથે આરોપીની અટકાયત કરી એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.