ભરૂચ SOG પોલીસે ૨૦ હજાર ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાના ઈસમની અટકાયત કરી
ભરૂચ: ભરૂચ એસ.ઓ.જી ની ટીમે ગતરોજ ઓપરેશન હાથધરી વડદલા ગામે થી મૂળ ઓરિસ્સા ના એક ઈસમની ગાંજાના જથ્થા સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એસ.ઓ.જી ના પી.એસ.આઈ કે.એમ.ચૌધરી અને ટિમ બાતમી મળી હતી કે વડદલા ગામ ખાતે આવેલ નટવરભાઈ પટેલ ના મકાન માં ભાડે રહેતો મૂળ ઓરિસ્સા નો યુવક પોતાના કબ્જા ભોગવટા મકાન માં એક કાપડ ના વિમલ ના થેલા માં ગેરકાયદેસર નો વનસ્પતિ જન્ય માદક પર્દાથ ગાંજો પોતાના ફાયદા માટે બીજા ને વેચાણ કરવા રાખી મુક્યો છે જેના આધારે એસ.ઓ.જી ની ટીમે બાતમી વાળી જગ્યા એ રેડ કરતા મકાન માંથી વિમલ ના થેલા માં રહેતો ૩.૩૫૫ કિલો ગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા ૨૦,૧૩૦ નો મળી આવ્યો હતો.
જેથી મૂળ ઓરિસ્સા નો અનિરુદ્ધ બંસીધર માંઝી ની અટકાયત કરી તેની તપાસ કરતા તેની પાસે થી એક મોબાઈલ અને વજન કાંટો મળી આવતા પોલીસે કુલ ૨૧,૧૩૦ ના મુદ્દામાલ સાથે અટકાયત કરી તેના વિરુદ્ધ ઘી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપીક સબસ્ટસ એક્ટ ૧૯૫૮ ની કલમ ૮(સી),૨૦(બી) મુજબ નો ગુનો નોંધી આ ગુના ની વધુ તપાસ એસ.ઓ.જી ના પી.આઈ કરી રહ્યા છે.