ભર ઉનાળે વીજ પ્રવાહના વોલ્ટેજ વધઘટની સમસ્યાથી ભરૂચવાસીઓ પરેશાન
વિપક્ષ કોંગ્રેસને સાથે રાખી લોકોએ વીજ કંપનીમાં રજુઆત કરી
(વિરલ રાણા) ભરૂચ, ઉનાળાની આકરી ગરમીમાં પશ્ચિમ ભરૂચમાં રાતે લોકોના પંખા અચાનક ફાસ્ટ તો લાઈટો થઈ રહી છે ડીમ.વીજ કંપની દ્વારા મોકલવામાં આવેલ ડીપી ઉપર વોલ્ટેજ વધ ઘટને લઈ સર્જાતી સમસ્યા મુદ્દે પાંચબત્તી વીજ કંપની ખાતે લોકો વિપક્ષને સાથે રાખી રજુઆત કરવા પહોંચ્યા હતા.
ભરૂચ શહેર અને જીલ્લામાં ઉનાળાની આકરી ગરમી સાથે પ્રજાજનો વીજ સમસ્યા સામે પણ ઝઝૂમી રહ્યાં છે.ઉનાળામાં વીજ ડિમાન્ડ સાથે વપરાશ વધતા તેની સીધી અસર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નેટવર્ક અને લોકોના ઘરમાં રહેલા ઉપકરણો ઉપર પડી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ ભરૂચની સોસાયટીમાં રાત પડતા જ પંખા ધીમા – ફાસ્ટ અને લાઈટો ઝબુક ઝબુક થવા લાગે છે.વીજ વોલ્ટેજ હાઈ લો થવાના કારણે લોકોના ઉપરકરણોને પણ નુકશાન થઈ રહ્યું છે.સાથે વીજ વિક્ષેપની સમસ્યા પણ વધી છે.
જે અંગે રજુઆત કરવા પશ્ચિમ વિસ્તારની સોસાયટીના લોકો પાંચબત્તી વીજ કંપનીની કચેરીએ પોહચ્યા હતા. સાથે વિપક્ષી કોંગ્રેસના નેતા સમસાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા,ઈબ્રાહિમ કલકલ પણ જાેડાયા હતા.વીજ ક્ષતિઓ અંગે લોકોએ અધિકારીને રજુઆત કરી તેનું તાકીદે નિરાકરણ લાવવા માંગણી કરી છે.
ભરૂચ શહેર જ નહીં પણ જીલ્લાભરમાં આવી સ્થિતિ છે.જે અંગે વીજ કંપની પાછલા કેટલાક વર્ષોથી ફીડર, ટ્રાન્સફોર્મર બાયફરફિકેશન,નવી ડીપી ઉભી કરવાની તમામ કાર્યવાહી કરી રહી છે.
પાછલા વર્ષોમાં દોઢથી બે લાખ લોકોને તેઓનો વિજભાર નિયત કરાવી લેવા પણ નોટિસો ફટકારાઈ છે.જાેકે લોકો એસી,પંખા,ટીવી, ફ્રીજ, ઘરઘંટી, વોશિંગ મશીન, કુલર, ઈસ્ટ્રી, લાઈટો, મોટરોનો વપરાશ કરી રહ્યાં હોય.
તેઓએ જે તે સમયે લીધેલ વિજભાર સામે હાલ તેઓ દ્વારા વપરાતો વીજ પુરવઠો અનેક ગણો હોય આ સમસ્યા સર્જાય રહી છે.લોકોના ઉપકરણો અને વપરાશ સામે વીજ કંપનીના ઉપકરણો વધુ વીજ દબાણ હેઠળ આવી જતા ઉનાળામાં વીજ ક્ષતિઓ વધી રહી છે.