ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય,હું હંમેશાં તમને પ્રેમ કરીશઃ વિરાટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Virat-2-1024x569.jpg)
નવીદિલ્હી, ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને તાજેતરમાં બીસીસીઆઇએ વન ડેની કેપ્ટન્સીમાંથી દૂર કર્યો હતો. વિરાટને કેપ્ટન્સીમાંથી દૂર કરવામાં આવ્યા બાદ તેનું મોટું નિવેદન આવ્યું છે. ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને તાજેતરમાં જ બીસીસીઆઇએ વન ડેની કેપ્ટન્સીમાંથી દૂર કર્યો હતો.
વિરાટને કેપ્ટન્સીમાંથી હટાવવા બદલ બીસીસીઆઈની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે. વિરાટની કેપ્ટન્સીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. પરંતુ તે અત્યાર સુધી આઇસીસી ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યો છે. વિરાટને કેપ્ટન્સીપમાંથી દૂર કરવામાં આવ્યા બાદ તેનું મોટું નિવેદન આવ્યું છે.
કેપ્ટન્સીપમાંથી દૂર થયા બાદ વિરાટે પોતાનું પહેલું મોટું નિવેદન આપ્યું છે. હકીકતમાં વિરાટે તાજેતરમાં જ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી. તેણે૧૧ નવેમ્બરના રોજ પોસ્ટ કરી હતી, આ દિવસે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નના ૪ વર્ષ પૂરા થયા.
ત્યારે આ પોસ્ટના કેપ્શનમાં વિરાટે લખ્યું છે કે, ‘મારી મજાક અને મારી આળસને સંભાળવાના ૪ વર્ષ. મને સ્વીકારવા માટે ૪ વર્ષ. ઈશ્વરના સૌથી મોટા આશીર્વાદના ૪ વર્ષ. સૌથી પ્રામાણિક, પ્રેમાળ, બહાદુર સ્ત્રી સાથે લગ્ન કરવાના ૪ વર્ષ અને જેણે મને યોગ્ય વસ્તુની પડખે ઊભા રહેવાની પ્રેરણા આપી, પછી ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય. તમારી સાથે લગ્નના ૪ વર્ષ. હું હંમેશાં તમને પ્રેમ કરીશ.”
અનુષ્કાએ તેની એનિવર્સરીના ખાસ અવસર પર એક પોસ્ટ કરી હતી.આ પોસ્ટના કેપ્શનમાં અનુષ્કાએ લખ્યું કે, કોઈ રસ્તો સરળ નથી. ઘરનો કોઈ શોર્ટકટ નથી. તમારું મનગમતું ગીત અને શબ્દ જેની સાથે તમે હંમેશા જીવો છો. આ શબ્દો સબંધો માટે યોગ્ય નથી. ધારણાઓથી ભરેલી આ દુનિયામાં તમારી જેવા વ્યક્તિ માટે આવું કરવા માટે સાહસ જાેઈએ. મને પ્રેરણા આપવા માટે થેન્ક્યૂ.HS