ભવાનીપુરથી ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે ઉમેદવારી નોંધાવી

કોલકતા, પશ્ચિમ બંગાળમાં ચુંટણીમાં એકવાર ફરી જંગ જાેવા મળશે અહીં ભવાનીપુર વિધાનસભા બેઠક પર પેટાચુંટણી થનાર છે અહીં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મેદાનમાં છે જાે કે કોંગ્રેસે ટીએમસીને સ્પષ્ટ રસ્તો આપ્યો છે ભાજપે પ્રિયંકા ટિબરેવાલને મેદાનમાં ઉતાર્યા છે આજે ભવાનીપુરથી ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું મમતા બેનર્જીએ તાજેતરમાં પોતાનું ઉમેદવારીપત્ર ભરી ચુકયા છે.
ભાજપે પ્રિયંકાને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીની સામે મેદાનમાં ઉતાર્યા છે.ટિબરેવાલે ભવાનીપુરમાં એક દિવાલ પર ભાજપનું પ્રતિક કમળનું ચિત્રણ કરી પોતાના અભિયાનની શરૂઆત કરી તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના લોકોને જીવવાનો અધિકાર છે.
મમતા બેનર્જીનું નેતૃત્વવાળી ટીએમસી તેમની પાસેથી આ અધિકાર છીનવી રહી છે. તેમણે કહ્યું હતું કે હું બંગાળના લોકો માટે લડી રહી છું. એ યાદ રહે કે ભવાનીપુર માટે પેટાચુંટણી ૩૦ સપ્ટેમ્બરે બે અન્ય મત વિસ્તારો જંગીપુર અને સમશેરગંજની સાથે થશે મતોની ગણતરી બંગાળમાં દુર્ગા પુજા સમારોહ શરૂ થવાના એક અઠવાડીયા પહેલા ૩ ઓકટોબરે થશે.
આ પેટાચુંટણી મમતા બેનર્જીની પ્રતિષ્ઠા અને મુખ્યમંત્રી પદે બની રહેવા માટે ખુબ મહત્વપૂર્ણ છે મેમાં આવેલ વિધાનસભા ચુંટણીના પરિણામોમાં તેમને હારનો સામનો કરવો પડયો હતો ત્યારબાદ પણ તે મુખ્યમંત્રી બન્યા હતાં આવામાં તેમના માટે મુખ્યમંત્રી બની રહેવા માટે છ મહીનાની અંદર વિધાનસભાના સભ્ય બનવું જરૂરી છે. આથી ભવાનીપુરની ચુંટણી જીતવી મમતા માટે ખુબ જરૂરી છે.HS