ભવ્ય ઘર જ નહીં, કારનો પણ શોખીન છે નવાઝુદ્દીન
મુંબઈ, આજે બોલીવુડમાં એક મજબૂત સ્થાન બનાવી ચૂકેલા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી શૂન્યમાંથી સર્જન કર્યું છે. હાલમાં પોતાના સપનાનું આલીશાન બનાવી રહેલો આ એક્ટર ભવ્ય ગાડીઓનો પણ શોખ રાખે છે. એક્ટરે મેળવેલી આ સફળતા એણે રાતોરાત નથી મેળવી, વર્ષો લાગ્યા છે આ મુકામ પર પહોંચવા માટે.
નવાઝુદ્દીન સિદ્દીકી આજના યુવાનો માટે Popular બની ગયો છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે એના પરિવાર ગરીબીની રેખા નીચે જીવી રહ્યો હતો. આર્થિક તંગીનો સામનો કરી રહેલા સિદ્દીકી પરિવારના વડીલ ખેડૂત હતા. નવાઝુદ્દીન સિદ્દીકીને નાનપણથી ફિલ્મો જાેવાનો શોખ હતો અને તહેવારોમાં મળતાં પૈસાને ભેગા કરીને ફિલ્મોની ટિકિટ ખરીદતો હતો. નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મ ૧૯૭૪માં યુપીના મુઝફ્ફરનગરના એક ગામ બુઢાનામાં થયો છે.
૮ ભાઈ-બહેનોમાં સૌથી મોટા નવાઝે વધુ પડતો સમય ઉત્તરાખંડમાં પસાર કર્યો છે. હરિદ્વારમાં સાયન્સ ગ્રેજ્યુએટ થયા પછી એક વર્ષ સુધી વડોદરામાં કેમિસ્ટ તરીકે કામ કર્યું અને વધારે પૈસાની જરુરિયાતે નવાઝે દિલ્લીનો રસ્તો પકડ્યો. આ દરમિયાન અહીં નાNSDનો અભ્યાસ પૂરો કરીને એક્ટર બનવા માટે મુંબઇ આવી ગયો.
મુંબઇ ગયા પહેલાં એનએસડીમાં પણ એક્ટરે ભારે સંઘર્ષ કર્યો છે. ડ્રામા સ્કુલમાં એડમિશન લીધા ગુજરાન ચલાવવા માટે તેણે સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી હતી, પરંતુ શારીરિક નબળાઇ હોવાને લીધે નોકરી દરમિયાન ઘણીવાર આરામ કરી લતો જેના કારણે એણે નોકરી પણ ગુમાવી પડી હતી. ૧૯૯૯ મુંબઇ આવ્યા પછી એક્ટરને આમિર ખાનની સરફરોશમાં નાનો રોલ મળ્યો હતો. જે નવાઝુદ્દીનની પહેલી ફિલ્મ છે.
એ પછી એજ વર્ષે આવેલી શૂલ, ૨૦૦૦ની સાલમાં આવેલી જંગલ અને ૨૦૦૩માં આવેલી મુન્નાભાઇ એમબીબીએસમાં પણ જાેવા મળ્યો હતો. જાેકે નાના રોલ મળવાને લીધે નવાઝુદ્દીને અહીં પણ ૨૦૦૫ સુધી સંઘર્ષભર્યા સમયનો સામનો કર્યો છે. પરિસ્થિતિ એવી હતી કે મુંબઇમાં રહેવુ મુશ્કેલ બની ગયું હતું.
એક્ટર અહીં ચાર લોકો સાથે એક રુમમાં રહેતો અને ગમેતેમ કરીને ગુજરાન ચલાવતો. ૨૦૦૪માં એની આર્થિક પરિસ્થિતિ એવી હતી કે NSDના એક સીનિયર પાસે મદદ માંગવી પડી, જેણે એક્ટરને પોતાના સાથે રાખ્યો હતો. રહેવાની જગ્યા માટે નવાઝુદ્દીન સિદ્દીકી સીનિયર માટે ખાવાનું બનાવતો હતો.SSS