Western Times News

Gujarati News

ભાઇઓએ પ્રેમલગ્ન કરનારી બહેનનું ઘર સળગાવી દીધું

પ્રતિકાત્મક

ગોંડલ: ગોંડલનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. ગોંડલ શહેરમાં બે વર્ષ પહેલા બહેને પાડોશમાં રહેતા યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેની અદાવત રાખીને બે ભાઇઓએ વોરાકોટડા રોડ પર રહેનાર બહેનના ઘરને જ્વલનશીલ પદાર્થ નાંખીને સળગાવી દીધું હતું. જે બાદ તેના સાસુ, સસરાને છરીથી માર માર્યો હતો. ગોંડલના વોરાકોટડા રોડ પર પંચ પીરની દરગાહ પાસે રહેતા જીતુભાઈ કરસનભાઈ સોલંકીના પુત્ર દિનેશે બે વર્ષ પહેલા પાડોશમાં જ રહેતા મનસુખભાઇ ટપુભાઈ સોલંકીની દીકરી મનીષા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા.

જેથી મનીષાબહેનના બે ભાઇઓ મંગલ મનસુખભાઈ સોલંકી તેમજ સુનિલ મનસુખભાઈ સોલંકી તેની પર રોષે ભરાયેલા છે. જેથી બંન્ને ભાઇઓ ઝઘડો કરવાના ઈરાદે લોખંડના પાઇપ અને છરી સાથે ધસી આવી બોલાચાલી કરી હતી. એટલું જ નહીં, સાસુ ગીતાબેનના હાથમાં છરી મારી હતી. જ્યારે જીતુભાઈને પણ માર માર્યો હતો. જેથી બંને પતિ-પત્ની ઘરની બહાર નીકળી ગયા હતા. આ ઉપરાંત બહેનના ઘરને જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દેતા ઘર સળગી ગયુ હતુ.

જેમાં ઘરની તમામ ઘરવખરી અને સુરતથી લાવેલો કાપડનો માલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. થોડા સમય પહેલા પ્રેમલગ્ન બાદ બહેનના અપહરણનો એક કિસ્સો સામે આવ્યો હતો. ડેમા પ્રેમલગ્ન કરનાર બહેનનું ભાઈએ જ મિત્ર સાથે મળી અપહરણ કર્યાનો બનાવ અમદાવાદનાં રામોલ વિસ્તારમાં બન્યો હતો. અકસ્માત કર્યો છે તેમ કહી શખ્સો બહેનને ઉઠાવી રાજસ્થાન લઈ ગયા હતા.

જાેકે આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ યુવતીને મુક્ત કરાવી ત્રણ આરોપી ઓની ધરપકડ કરી છે. અવારનવાર ફિલ્મોમાં એવી કહાનીઓ જાેવા મળતી હોય છે કે જેમાં કોઈ યુવતી પ્રેમ લગ્ન કરે તો બાદમાં તેનો ભાઈ તેના મિત્રો સાથે મળી કોઈપણ પ્રકારનું નાટક રચી આ બહેનને ઉઠાવી જતા હોય છે.

આવી જ ઘટના અમદાવાદના રામોલ વિસ્તારમાં બની હતી. જેમાં એક યુવતીએ પ્રેમલગ્ન કર્યા અને બાદમાં અમદાવાદમાં રહેતી હતી, ત્યારે આ યુવકનો સાળો તેના મિત્ર સાથે આવ્યો હતો અને તેણે અકસ્માત કર્યો છે તેમ કહી શખશો તેની ગાડીમાં બેસાડી લઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.