ભાઇબંધ જાનમાં ના લઇ ગયો તો મોકલાવી માનહાનીની નોટિસ

હરિદ્વાર, લગ્ન જેવા સામાજીક પ્રસંગમાં આમંત્રણ નહી આપવું ઘણી વાર મનદૂખનું કારણ બનતું હોય છે પરંતુ એક ભાઇબંધના લગ્ન થતા હતા, જાન જવાની હતી તેમાં આમંત્રણ ન મળતા બીજા ભાઇબંધે માનહાનીનો કેસ કરીને ૫૦ લાખ રુપિયાની માંગણી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દુલ્હા મિત્રની જાનમાં જવાથી વંચિત રહી ગયેલા મિત્રને એટલું લાગી આવ્યું કે તેને આત્મહત્યા કરવા સુધીનો પણ વિચાર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ નામના એક યુવાનના લગ્ન થતા હતા. ચંદ્રશેખર નામનો યુવાન મુરતિયા રવીનો જીગરજાન મિત્ર હતો. રવીએ પોતાના મિત્ર ચંદ્રશેખરને લગ્નમાં આવવાનું આમંત્રણ તો આપ્યું પરંતુ જાનમાં લીધા વગર જ પરણવા જતો રહયો હતો. કન્યાને પરણવાના ઉમળકામાં પોતાના મિત્રને પણ લઇ જવાનું ભૂલી ગયો જે તેને હવે ભારે પડી ગયું છે.
મિત્ર ચંદ્રશેખરને દુલ્હા મિત્ર રવીના વર્તનનું હાડોહાડ લાગી આવતા અપમાન સમજીને ચંદ્વશેખરે માનહાનીની નોટિસ મોકલાવી છે. જેમાં માનસિક રીતે પરેશાન કરવા અને અપમાન કરવાના ઇરાદાથી આમ કર્યુ હોવાનું જણાવવામાં આવ્યું છે. ચંદ્રશેખરે માનહાનીના દાવા માટે હરિદ્વારમાં એક વકિલનો સંપર્ક કર્યો હતો.
વકિલને વિગતો આપતા જણાવ્યું કે મિત્ર રવીએ આમંત્રણ આપ્યું પરંતુ જયારે બની ઠનીને જાનમાં જવા નિકળ્યો ત્યારે જાન વહેલી ઉપાડી દીધી હતી. આ અંગે ફોન પર વાત કરતા રવીએ (મિત્રને) જણાવ્યું કે અમે તો વહેલા નિકળી ગયા છીએ હવે તમારે કોઇએ જાનમાં આવવાની જરુર નથી. તું હવે ઘરે જતો રહે. જીગર જાન મિત્રના આવા વેણ સાંભળીને લાગી આવ્યું હતું.
પરણીને આવ્યા પછી ચંદ્રશેખરે નવ પરણીત મિત્ર રવીને જાહેરમાં માફી માંગવા કહયું પરંતુ ઘમંડી મિત્રએ માફી માંગવાની ના પાડી દેતા છેવટે આ એક પ્રકારનું અપમાન છે તેનો બદલો લેવા માટે જ કાનુની મદદ લઇને માનહાનીની નોટિસ મોકલાવી છે.HS2KP