ભાઈએ જ ભાઈની હત્યા કરીને મૃતદેહ દાટી દીધો
સુરત: સુરતના ઉધાનમાં રહેતા રહેતા અબ્દુલ રહીમના રૂમમાં થી રોકડા રૂપિયા ૯૫૦૦ અને મોબાઈલ ફોન તેના ભાઈ અજિત ઉર્ફે માનસિંગે ચોરી કરી હતી. જોકે આ વાતની ખબર તેના ભાઈ અબ્દુલને પડતા એક મહિના પહેલા બનેલી ઘટનામાં પોતાના ભાઈ અજિતનેને અબ્દુલે બે મિત્રો સદામ અને શાહરુખ સાથે પકડી પડીને એક મિત્રની રૂમ ઉપર લઇ જઈને લાકડાના ફટકા મારતા તેનું મોત થયું હતું. જોકે અબ્દુલે તેના મામાને ફોન કરી અજિત દારૂના નશામાં અકસ્માતમાં મોત થયાની જાણકારી આપી અને પોતાની મોટર સાઇકલ પર લાશને વચ્ચે બેસાડી મિત્રોની મદદથી સૈયદપુર ખાતે આવેલા ક્બ્રસ્તાનમાં તેની દફન વિધિ કરી આવ્યા હતા.
જોકે પોતાનાઈ ભાઈની હત્યા બાદ આ તમામ લોકો બિન્દાસ ફરતા હતા. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને હકીકત મળતા આ તમામ આરોપીને ગતરોજ ઉધના વિસ્તારમાંથી પકડી પાડી તેમની પૂછપરછ કરતા આરોપી અબ્દુલ અને તેના બે મિત્રોએ કરેલી હત્યાનો ગુનો કબુલી લેતા પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ઉધના પોલીસમાં હત્યાનો ગુનો દાખલ કરી તમામ આરોપી ધરપકડ કરી મારનાર નીઓ મૃતદેહ પીએમ માટે કબર માંથી બહાર કાઠી તેનું પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે.
દરમિયાન સુરતમાં હત્યાઓની વણઝાર અટકી રહી નથી. સુરત શહેર જાણે કે બેખોફ આવારા તત્વોની ઝપટમાં આવી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં લૂંટ, ખૂન, મારધાડ અને ચોરી-ચપાટના ગુનાઓની સંખ્યા ચિંતિત કરનારી છે. એક તરફ શહેરમાં કોરોનાના કારણે વેપાર-ધંધા ઠપ થતા લોકો બેરોજગાર બન્યા છે, ત્યારે આ પ્રકારના ગુનાઓની વણઝાર થઈ રહી હોવાનું જાણકારો કહી રહ્યા છે. આ મામલમાં મામાના દીકરાને મારી નાખતા સંબંધોની પણ હત્યા થઈ હતી.