ભાઈએ બહેનને મારી નાખી, પોતે પણ આપઘાત કરી લીધો
જામનગર: જામનગરમાં ભાઈ અને બહેનની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે પહેલા ભાઈએ બહેનને ગળે ટૂપો આપીને મારી નાખી હતી અને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધી હતી. પોલીસને ભાઈ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી છે,
જેમાં લખ્યું છે કે, ‘મારી બહેન લક્ષ્મી જેવી પવિત્ર હતી, એમને કોણ સાચવશે જેથી એમને પણ સાથે લઈ જઉં છું.’ સમગ્ર ઘટના અંગે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ જામનગરના રામેશ્વરનગરમાં અપરિણિત વૃદ્ધ ભાઈ-બહેન રહેતા હતા, ૧૭ કલાકના અંતરમાં બંનેના મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને પહેલા તો આપઘાતનો બનાવ લાગ્યો પરંતુ ભાઈ પાસેથી મળેલી સુસાઈડ નોટ અને પોસ્ટમોર્ટમ થતાં મોટો ઘટસ્ફોટ થયો હતો.
જેમાં જાણવા મળ્યું કે, પહેલા ભાઈએ તેની બહેનને ટૂપો દઈને મારી નાખી હતી, અને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો હતો.
મળતી માહિતી પ્રમાણે રામેશ્વરનગરમાં રહેતા હર્ષિદાબેન (૬૭) સિક્યોરિટીમાં જ્યારે ભાઈ અનિલ (૫૮) મહાનગરપાલિકામાં હાઉસટેક્સ વિભાગમાં નોકરી કરતા હતા. હર્ષિદાબેનનો મૃતદેહ રાત્રે તેમના રહેણાંક મકાનમાંથી મળી આવ્યો હતો.
હર્ષિદાબેનને જન્મથી જ આંચકીની બીમારી હોવાથી મોત થયું હોવાની શક્યતાથી પોલીસે તપાસ શરૂ કરી હતી. પરંતુ બીજા દિવસે સવારે પોલીસને જૂની ઇ્ર્ં પાસેના તળાવ નજીકથી મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે બંનેના પોસ્ટમોર્ટમ કરાવતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી,
જેમાં જાણવા મળ્યું કે, ભાઈએ પહેલા મોટી બહેનને ટૂપો દઈને હત્યા કરી દીધી હતી. બાદમાં લાગી આવતા ભાઈએ પણ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે સુસાઈડ નોટ કબજે કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ભાઈ-બહેનનું મૃત્યુનું કારણ પ્રાથમિક રીતે માનસિક બીમારી હોવાનુ માનવામાં આવી રહ્યું છે.