ભાગવતના નિવેદનનો અર્થ એવો થાય છે કે તેમનું અને ઓવૈસીનું ડીએનએ પણ એક : દિગ્વિજયસિંહ

સિહોર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના તમામ ભારતીયના એકસરખા ડીએનએવાળા નિવેદન પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું હતું કે જાે હિન્દુઓ અને મુસલમાનોનાં ડીએનએ એક જ છે, તો ધર્મપરિવર્તનની વિરુદ્ધ કાયદો બનાવવાનો શું ફાયદો છે ? લવ-જેહાદની વિરુદ્ધ કાયદો બનાવવાની શી જરૂરિયાત હતી? એનો અર્થ એ છે કે મોહન ભાગવત અને એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું ડીએનએ પણ એક જ છે. દિગ્વિજય સિંહે આ નિવેદન મધ્યપ્રદેશના સિહોરમાં મોડી રાતે એક શ્રદ્ધાંજલિ સભા પછી પત્રકારોના સવાલ પર આપ્યું છે.
દિગ્વિજય સિંહના નિવેદન પર મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે સર સંઘચાલક મોહન ભાગવતના વિચાર રાષ્ટ્રની એકતા અને અખંડતાના છે, જ્યારે દિગ્વિજયના વિચાર અલગતાવાદી છે. જ્યારે દિગ્વિજયના નિવેદનમાં માત્ર અને માત્ર સમાજના વિભાજનની વાત અને સાંપ્રદાયિકતા જ જાેવા મળે છે.
એક દિવસ પહેલાં દિગ્વિજય સિંહે એક ન્યૂઝના કટિંગને ટ્વીટ કરીને મોહન ભાગવત અને અસદુદ્દીન ઓવૈસીને એક-બીજાના મદદગાર ગણાવ્યા હતા. આ પહેલાં પણ ૫ જુલાઈએ દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે મોહન ભાગવતજી આ વિચાર શું તમે પોતાના શિષ્યો, પ્રચારકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળના કાર્યકર્તાઓને પણ આપશો? શું તમે આ શિક્ષા મોદી-શાહ અને ભાજપના મુખ્યમંત્રીને પણ આપશો?
બીજી તરફ, પદ્મ વિભૂષણ જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના ડીએનએવાળા નિવેદનને ખોટું ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે મોહન ભાગવતનું ડીએનએવાળું નિવેદન યોગ્ય નથી. મોહન ભાગવત બે દિવસથી ચિત્રકૂટમાં છે. બુધવારે તેઓ પદ્મ વિભૂષણ જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજને શિષ્ટાચાર ભેટ કરવા માટે તુલસી પીઠ આશ્રમ ગયા હતા. લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠક પછી રામભદ્રાચાર્યે ભાગવતના નિવેદનને ખોટું ગણાવ્યું હતું.
મોહન ભાગવતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી થયેલા કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રામક વાત છે, કારણ કે તે અલગ-અલગ નહિ ,પરંતુ એક જ છે. પૂજા કરવાની રીતના આધારે લોકોમાં ભેદ ન કરી શકાય. મોહન ભાગવતે કહ્યું હતું કે તમામ ભારતીયોનું ડ્ઢદ્ગછ એક જ છે, ભલે પછી તે કોઈ પણ ધર્મના હોય. મોહન ભાગવતે કહ્યું હતું કે ભીડ દ્વારા લિન્ચિંગમાં સામેલ થનારા લોકો હિન્દુત્વની વિરુદ્ધ છે. ગાય પવિત્ર પ્રાણી છે, જાેકે તેમ છતાં કોઈને પણ લિન્ચિંગ કરીને મારી નાખવા તેઓ હિન્દુત્વની વિરુદ્ધ છે.