ભાગવત કથામાં ચાર ધામની યાત્રાની અનુભૂતિ
લોકો કરી રહ્યાં છે રામ મંદિરના દર્શનકથાનું રસપાન કરવા આવતા લોકોને ચાર ધામની યાત્રાના દર્શન કર્યાની અનુભૂતિ થઇ રહી છે, રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરાઇ છે
પોરબંદર, પોરબંદરમાં મનોરથી પરિવાર દ્વારા વિશાળ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથાનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમાં વક્તા યદુનાથજી મહોદય આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા માટે ભવ્ય મંડપ બનાવવામાં આવ્યો છે. હજારો લોકો કથાનું રસપાન કરવા આવતા હોય ત્યારે ઘર આંગણે ચાર ધામની યાત્રાની અનુભૂતિ થઇ શકે તે માટે કેદારનાથ, બદ્રીનાથ, રામેશ્વર અને જગન્નાથ એમ ચાર ધામની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. તેમજ ચાર ધામની વચ્ચે ગોવર્ધન પર્વત બનાવવામાં આવ્યો છે. ગોવર્ધન પર્વત આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સાંજના છ વાગ્યાથી આ ચાર ધામની પ્રતિકૃતિ શ્રદ્ધાળુઓ માટે દર્શનાર્થે ખુલ્લી મુકવામાં આવે છે. શિવ, કૃષ્ણ, હનુમાનજી,કૃષ્ણની પ્રતિકૃતિ પણ મનમોહક લાગે છે. પોરબંદરવાસીઓ ઘર આંગણે જ ચાર ધામની યાત્રાની અનુભૂતિકરી રહ્યા છે.
પોરબંદરના ચોપાટી મેદાન સહિતના સ્થળોએ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ હાલ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું જે આયોજન થયુ છે, તે સૌ પ્રથમ વખત થયુ છે. ભવ્ય અને નયનરમ્ય કથા મંડપ બનાવવામાં આવ્યો છે. ચારધામ, દેવોની પ્રતિમા બનાવી છે.
જાણે વૃદાવનમાં આવ્યા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. પોરબંદરના ચોપાટી ખાતે આયોજીત ભાગવત કથાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધર્મની સાથે દેશ ભકિતના દર્શન જોવા મળી રહ્યા છે. કથા મંડપમાં પ્રવેશતા અશોક સ્થંભ, ભારતમાતાની પ્રતિકૃતિ મુકવામા આવી છે. તે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.ss1