ભાગીદારે કોરા ચેક મેળવી દોઢ કરોડની માંગણી કરતાં ફરીયાદ
ધંધાની ભાગીદારી પુરી કરતાં વેપારીઓને આપવાનાં ચેક દ્વારા
|
અમદાવાદ : દાણીલીમડા તથા માધવપુરામાં પોતાની ફેક્ટરીઓ ધરાવી કાપડાનો ધંધો કરતા વેપારી સાથે ભાગીદારી કર્યા બાદ મતભેદ થતા બંને કરાર દ્વારા અલગ થઈ ગયા હતા જા કે ફેક્ટરી માલિકમા સહી વાળા સવા કરોડ રૂપિયાનાં ચેક પોતાની પાસે રાખીને દોઢ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવતા ફેક્ટરી માલિકે ખોટી રીતે ચેક મેળવીને રૂપિયાની માંગણી કરવાની ફરીયાદ નોંધાવી છે. નવંરગપુરા જુની હાઈકોર્ટ નજીક રહેતા અને રાહુલ ફેબ્રીકસ તથા રાહુલ ટેક્ષટાઈલ નામે બે ફેક્ટરીઓ ધરાવતા રાહુલભાઈ ભરતભાઈ વાછેટા કાપડ પર પ્રિન્ટીગં જાબ વર્કનું કામ કરે છે ચારેક વર્ષ અગાઉ તેમના કંપનીના સેલ્મેન દ્વારા રાહુલભાઈ ઓળખાણ વિનયભાઈ ગુપ્તા (અંકુર રોડ, નારણપુર)સાથે કરાવી હતી. જેમણે પોતાનાં કાપડ પર પ્રિન્ટીંગનુ કામ રાહુલભાઈને સોપ્યુ હતુ.
સંબંધો મજબુત થતા રાહુલભાઈ તથા વિનયભાઈએ માધવપુરા ખાતેની ફેક્ટરીમાં ભાગીદારી કરી નવો ધંધો શરૂ કર્યો હતો જા કે થોડા જ સમયમાં મતભેદ થતા બંને કરાર કરીને અલગ થઈ ગયા હતા બાદમા વિનયભાઈએ રાહુલભાઈની માધવપુરા ખાતેની ફેક્ટરી ભાગેથી રાખી હતી .
અગાઉના ભાગીદારીના ધંધા વખતે વેપારીઓને આપવાના રાહુલભાઈના સહીવાળા ચેક પણ પોતાના પાસે રાખી લીધા હાત ચેક વારવાર માગવા છતા વિનયભાઈએ આપ્યા ન હતા ઉપરાંત ફેક્ટરી પણ એકાએક બંધ કરી લાઈટ બિલ તે ભાટુ ચુકવ્યુ નહતુ આ અંગે રાહુલભાઈને વાત કરતા વિનયભાઈએ દોઢ કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
કરાર મુજબ વિનયભાઈને કોઈ જ રૂપિયા લેવાના નીકળતા ન હોઈ રાહુલભાઈએ તે આપવાની ના પાડી હતી તેની ફરીયાદ રાહુલભાઈએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોધાવી છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો છે કે વિનયભાઈએ દોઢ કરોડ રૂપિયા આપવાની ના પાડતા તેમણે સવા કરોડ ચેક બાઉન્સ કરીને તેમને પરેશાન કરવાની ધમકીઓ આપી હતી.