ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત પરત લાવવા ગયેલી સ્પેશિયલ ટીમ ૩ કરોડ ફૂંકીને ખાલી હાથે પરત આવી
નવીદિલ્હી: ભાગેડુ મેહલુ ચોક્સીને ભારત પરત લાવવાનું વધારે મુશ્કેલ થતું લાગી રહ્યું છે. એવુ લાગે છે કે, ચોક્સીના પ્રત્યપર્ણમાં વધારે સમય લાગી શકે છે. ડોમિનિકા કોર્ટે હાલ આ મામલે સુનાવણી પાછી ઠીલી દીધી છે. આ દરમિયાન તમામ વ્યવસ્થા સાથે ગયેલા ભારતીય અધિકારીઓને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડોમિનિકાથી વિશેષ વિમાન ભારત પરત ફરી રહ્યું છે. માનવામાં આવે છે કે, ચોક્સીને લેવા ગયેલા વિશેષ વિમાન અને સ્પેશિયલ ટીમનો ખર્ચ અંદાજે ૩ કરોડ થયો છે. આમ ૨૮ મેના રોજ સ્પેશિયલ ટીમ ખાસ વિમાન લઈને ડોમિનિકા પહોંચી ગઈ હતી અને ૩ જૂનના રોજ રાતે પરત આવી ગઈ છે. ૮ દિવસની ડોમિનિકા મુલાકાત પછી પણ કૌભાંડી મેહુલ ચોક્સી ભારતને મળ્યો નથી અને દેશે તેની પાછળ રૂ. ૩ કરોડનો ખર્ચ કરી દીધો છે.
મેહુલ ચોક્સીને ભારત પ્રત્યર્પણ કરવા માટે ભારત સરકાર સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. તેને ભારત લાવવો ખૂબ જરૂરી છે જેથી તેની પાસેથી ઘણાં રહસ્યો ઉકેલાવી શકાય. પરંતુ હવે લાગે છે કે, મેહુલ ચોક્સીને ભારત લાવવો ખૂબ મુશ્કેલ છે. મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે બોમ્બાર્ડિયર ગ્લોબલ જેટ ૫૦૦ મોકલવામાં આવ્યું હતું. આ વિમાન કતર એરવેઝનું છે. તેના એક કલાકનું અંદાજિત ભાડું ૯ લાખ રૂપિયા છે.
ભારતથી ડોનિમિકાનું અંતર અંદાજે ૧૩,૩૦૦ કિલોમીટર કરતા વધારે છે. આ અંતર પસાર કરવા માટે ૧૬થી ૧૭ કલાકનો સમય લાગે છે. આ સંજાેગોમાં જેટને માત્ર જવાનો ખર્ચ ૧.૪૩ કરોડ અને જઈને પરત આવવાનો અંદાજિત ખર્ચ ૨.૮૬ કરોડ થઈ શકે છે.
આ ઉપરાંત વિમાનને રેન્ટ પર લેનાર એજન્સીને દેશ દ્વારા ૫,૧૧,૦૦૦ની ચૂકવણી કરવાની હોય છે. જેને વિમાન ઉડાનનું ભાડું કહેવામાં આવે છે.
હવે બંને દેશો વચ્ચેનું અંતર વધારે હોવાથી વિમાનને ઈંધણ ભરાવવા સ્પેનના મેડ્રિડમાં પણ રોકવામાં આવ્યું હશે, જેના કારણે પણ તેના ખર્ચમાં વધારો થયો હશે. આ દરેક કિંમત સિવાય જેટ જેટલા પણ કલાક ડોનિમિકામાં રોકાયું હશે તેના દૈનિક રૂ. ૧ લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
મેહુલ ચોક્સીના પ્રત્યર્પણ માટે ૨૮ મેના રોજ વિશેષ વિમાન રવાના થયું હતું. પરંતુ ત્યાં તેના પ્રત્યર્પણમાં મુશ્કેલીઓ આવ્યા પછી ડોમિનિકા મોકલવામાં આવેલું પ્રાઈવેટ જેટે ગુરુવારે રાતે ૮.૧૦ વાગે ત્યાંથી ઉડાન ભરી હતી. જાે જેટ વિમાન દિલ્હીથી સીધુ ડોમિનિકા જાય તો ઉડાનનો સમય ૧૬-૧૭ કલાક માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં એવું હોતું નથી. ટ્રાવેલ કંપની યાત્રાની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે
દિલ્હીથી ડોનિમિકા જવામાં બે સ્ટોપની સાથે અંદાજે ૫૨ કલાકનો સમય લાગે છે. અને જાે ખૂબ ઓછા સમય માટે સ્ટોપેજ લેવામાં આવે તો પણ ઓછામાં આછો ૨૫ કલાક જેટલો સમય લાગે છે. એટલે કે વિમાનના કલાક જેટલા વધશે તેટલો તેનો સમય વધી જશે. તે ઉપરાંત જેટ ક્યાંય રોકવામાં આવે તો તે દેશની એર ઓથોરિટીને પણ અલગથી ભાડું આપવામાં આવે છે. આમ, સ્પષ્ટ છે કે, ભારતને મેહુલ ચોક્સીને ભારત પરત લાવવાનું મોંઘુ પડ્યું છે અને તે પછી પણ મેહુલ ચોક્સીને પરત લાવી શકાયો નથી.
આ જેટ વિમાન કતર એક્ઝીક્યુટીવની કેટેગરીમાં આવે છે. જે ૨૦૦૯માં બનાવવામાં આવી છે. આ મિડલ ઈસ્ટ સહિત સમગ્ર દુનિયાને પોતાના જેટ એરક્રાફ્ટ આપવા માટેની સૌથી મોટી કંપની હોવાનો દાવો કરે છે. કંપનીએ ચોક્સીને પરત લાવવા માટે જે ગ્લોબલ ૫૦૦૦ મોડલ આપ્યું હતું તેમાં ૧૩ યાત્રીઓ મુસાફરી કરી શકે છે. આ વિમાન એક સમયે ૯૨૬૦ કિમીની ઉડાન ભરી શકે છે. તેથી જ્યારે પણ લાંબુ અંતર હોય ત્યારે આ વિમાનમાં ઈંધણ ભરવા માટે સ્ટોપ કરવું પડતું હોય છે.
ચોક્સી પર પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા ૧૩,૫૦૦ કરોડની લોન છેતરપિંડી કરવાનો આરોપ છે. જે રકમ ખાતામાં નાખવામાં આવી છે તેમાં ટોચ પર નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડ છે. તેમના પર ચોક્સીએ ૫૪૯૨ કરોડની લોન લીધી હતી. તેની સાથે અન્ય એક કંપની ગિલી ઇન્ડિયા લિમિટેડ પર ૧૪૪૭ કરોડ રૂપિયા અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડે ૧૧૦૯ કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત અન્ય એક યાદીમાં આરઇઆઇ એગ્રો લિમિટેડે ૪૩૧૪ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.
પંજાબ નેશનલ બેંક સ્કેમના મામલાનો ભાગેડુ આરોપી મેહુલ ચોકસીના કેસમાં ડોમિનિકાની કોર્ટે ચુકાદો ગુરૂવાર સુધી ટાળી દીધો છે. એન્ટીગુઆથી ફરાર થઈને ડોમિનિકા પહોંચેલા મેહુલ ચોકસીને લઈને ત્યાંની સ્થાનિક કોર્ટે પોતાનો ચુકાદો આવતીકાલે સંભળાવશે. ઝુમ એપની મદદથી મેહુલ પણ સુનાવણીમાં હાજર રહ્યો હતો. આ સુનાવણીમાં ઈડ્ઢ અને સીબીઆઇની ટીમ પણ ઉપસ્થિત હતી. સુનાવણી દરમિયાન ડોમિનિકા સરકારે કોર્ટમાં કહ્યું કે, મેહુલ ચોકસીની અરજી સુનાવણીને યોગ્ય નથી. ડોમિનિકા સરકારે કહ્યું ચોકસીને ભારતને સોંપી દેવો જાેઈએ.