ભાજપના ઇશારા પર ચુંટણીઓની તારીખો જાહેર કરાઇ : મમતા બેનર્જી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/11/Mamta-1024x639.jpg)
કોલકતા: પ. બંગાળની ૨૯૪ સીટ પર થનારી વિધાનસભાની ચૂંટણીને માટે આ વખતે ૮ તબક્કામાં મતદાન થશે. અનેક જિલ્લામાં ૨-૩ તબક્કામાં ચૂંટણી થવા જઈ રહી છે. આ મુદ્દે પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સવાલો કર્યા છે. મમતાએ કહ્યું કે તેમને શંકા છે કે તારીખોની જાહેરાત ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનના સારા પ્રબંધનને માટે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના સૂચન અનુસાર કરાઈ છે. બેનર્જીએ કાળીઘાટના નિવાસ પર એક બેઠકમાં કહ્યું કે ચુંટણી આયોગે રાજ્યને ભગવા ખેમાની આંખોથી ન જાેવું જાેઈએ. તેમનો ઈશારો ભાજપ તરફ હતો.
તેઓએ કહ્યું કે ચુટણી આયોગનું સમ્માન કરતાં કહેવા ઈચ્છુ છું કે એ વાત પર પ્રશ્નો થી રહ્યા છે કે બંગાળમાં અનેક ચરણમાં મતદાન શા માટે જ્યારે અન્ય અનેક રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જાે ચૂંટણી આયોગ લોકોને ન્યાય નહીં આપે તો લોકો ક્યાં જશે. બેનર્જીએ કહ્યું કે આ દરેક ચાલ છતાં તે જ ચૂંટણી જીતશે.
મમતા બેનર્જીએ કહ્યું કે મને સૂત્રોથી જાણકારી મળી છે કે ચૂંટણીની તારીખો તેને અનુરૂપ છે જે રીતે ભાજપ ઈચ્છતી હતી. શું પીએમ મોદી અને ગૃહમંત્રી શાહના સૂચન અનુસાર તારીખોની જાહેરાત કરાઈ છે. પીએમ અને ગૃહમંત્રી રાજ્યના ચૂંટણીને માટે પોતાની શક્તિનો દૂરઉપયોગ નહીં કરી શકે. બેનર્જીએ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી જીતવાના વિશ્વાસને વ્યક્ત કરતાં કહ્યું કે તે રાજ્યની દીકરી છે અને બંગાળને ભાજપથી સારી રીતે જાણે છે. પ. બંગાળમાં ૮ તબક્કામાં મતદાન થવાનું છે. બંગાળમાં ૨૭ માર્ચે પહેલા તબક્કામાં, ૧ એપ્રિલે બીજા તબકકામાં, ૬ એપ્રિલે ત્રીજા તબક્કામાં, ૧૦ એપ્રિલે ચોથા તબક્કામાં, ૧૭ એપ્રિલે પાંચમા તબક્કામાં, ૨૨ એપ્રિલે છઠ્ઠા તબક્કામાં અને ૨૬ એપ્રિલે સાતમા તબકકાનું તો ૨૯ એપ્રિલે આઠમા તબક્કાનું મતદાન થશે.
મુખ્ય ચૂંટણી આયોગની તરફથી મળતી માહિતી અનુસાર બંગાળમાં પ્રતિ વિધાનસભા ખર્ચની લિમિટ ૩૦.૮ લાખ કરોડની છે. પ. બંગાળમાં આ વખતે ૧૦૧૯૧૬ પોલિંગ સ્ટેશન હશે જે છેલ્લી ચૂંટણી કરતા ૩૫ ટકા વધારે છે. ચૂંટણી આયોગે કહ્યું છે કે પ.બંગાળમાં ૧ લાખથી વધારે મતદાન કેન્દરો પર વોટિંગ થશે. કોરોનાના કારણે મતદાન કેન્દ્રો વધ્યા છે અને મતદાનનો સમય પણ એક કલાક વધ્યો છે. કોરોનાને જાેતાં ચૂંટણી અધિકારીઓનું વેક્સીનેશન કરાશે.