ભાજપના ઇશારા પર શાહીન બાગનો વિરોધ થયોઃ આપ
નવીદિલ્હી, શાહીન બાગ વિરોધનો મુદ્દો એકવાર ફરી ચર્ચામાં છે દિલ્હીમા સત્તારૂઢ આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપે એક રણનીતિ હેઠળ આ સમગ્ર વિરોધને પરિણામ આપ્યું છે પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે ભાજપ નેતા આ પુરી સ્ક્રિપ્ટના કિરદાર છે. હકીકતમાં શાહીન બાગથી જાેડાયેલા કેટલાક લોકો રવિવારે ભાજપમાં સામેલ થઇ ગયા હતાં ત્યારબાદ આપે આ આરોપ લગાવ્યો છે.
ભારદ્વારે કહ્યું કે ગઇકાલે શાહીન બાગના તમામ મોટા ચહેરા ભાજપમાં સામેલ થઇ ગયા શું તે ભાજપના લોકો હતાં શું ભાજપના ઇશારા પર શાહીન બાગ કરવામાં આવ્યું હતું. આપ નેતાએ કહ્યું કે સીએએના વિરોધમાં દસ મહિલાઓએ દિલ્હી નોઇડા એકસપ્રેસવેને બંધ કરી દીધો તેમણે ભાજપને ઘેરતા કહ્યું કે દિલ્હી પોલીસે એકસપ્રેસવેની આસપાસના માર્ગને ખુદ બંધ કરાવ્યા અને જાણી જાેઇ પ્રદર્શન કરાવતી રહી ભારદ્વાજે આરોપ લગાવ્યો કે શાહીનબાગના નામ પર સૌથી વધુ ફાયદો કંઇ પાર્ટીને થયો આ બધા જાણે છે ભાજપે જ દિલ્હીની ચુંટણી લડ્યા આપ અનુસાર આ ભાજપની સમજેલી વિચારેલી ચાલનો હિસ્સો હતી.HS