ભાજપના એક અન્ય ધારાસભ્યએ છોડ્યું પદ,ભાજપમાં નિષાદ સમુદાયનો ધિક્કાર થઈ રહ્યો છે: અખિલેશ

આગ્રા, યુપી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષપલટો ચાલી રહ્યો છે. દરમિયાન આગ્રાની ફતેહાબાદ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય જિતેન્દ્ર વર્મા ભાજપ છોડીને સપામાં જાેડાયા છે. બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવે તેમને આગ્રાના જિલ્લા અઘ્યક્ષ જાહેર કર્યા છે.
ભાજપ જીલ્લા અધ્યક્ષ ગીરરાજસિંહ કુશવાહાએ કહ્યું કે તેઓ અમારા સારા કાર્યકર છે પરંતુ બીજા પક્ષમાં તેમના જવાથી અમને કોઈ નુકસાન નહીં થાય. અમારી પાસે નિષાદ સમુદાયના તમામ શક્તિશાળી કામદારો છે. વર્માએ કહ્યું કે, “મેં ભાજપ માટે ખૂબ જ મજબૂત રીતે કામ કર્યું છે, પરંતુ ચૂંટણી પહેલા તેઓએ મારી ટિકિટ કાપીને વૃદ્ધ વ્યક્તિને આપી દીધી છે.
જિતેન્દ્ર વર્માના આગમન બાદ સપાએ કહ્યું કે, ભાજપમાં નિષાદ સમુદાયનો તિરસ્કાર સતત ચાલુ છે, જેના કારણે નેતાઓના વંચિત વર્ગો સતત ભાજપ છોડી દે છે. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમને જીલ્લા અઘ્યક્ષ બનાવ્યા છે. પછાત દલિતો ઇન્કલાબ થશે, ૨૨માં બદલાવ થશે. ૨૦૦૮થી ૨૦૧૪ સુધી જિતેન્દ્ર વર્મા સપાના પ્રમુખ હતા.ત્યારબાદ તેઓ ૨૦૧૬માં ભાજપમાં જાેડાયા હતા.
બીજી તરફ ભાજપે ગીરરાજસિંહ કુશવાહા (હાલના જિલ્લા પ્રમુખ)ને ફરીથી મેદાનમાં ઉતારવાને બદલે વર્માને ટિકિટ આપી હતી. જાેકે નિષાદ સમુદાયના વતની જિતેન્દ્ર વર્મા સપામાં જાેડાયા હોવાથી નિષાદના પ્રભુત્વ વાળા ફતેહાબાદ અને બાહ બેઠકો પરની મુકાબલો રસપ્રદ બની શકે છે.
આગ્રાની આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય જિતેન્દ્ર વર્માને બદલે ભાજપે પૂર્વ ધારાસભ્ય છોટે લાલ વર્મા પર દાવ લગાવ્યો છે. તેઓ બે વખત ધારાસભ્ય (બસપા અને ભાજપ) રહી ચૂક્યા છે. તેઓ લાંબા સમયથી પાર્ટી સાથે સંકળાયેલા છે. જાેકે ભાજપ અધ્યક્ષ ગીરરાજસિંહ કુશવાહાએ કહ્યું હતું કે તેઓ અમારા સારા કાર્યકર છે, પરંતુ અન્ય પક્ષમાં તેમના જવાથી કોઈ નુકસાન નહીં થાય. અમારી પાસે નિશાદ સમુદાયના તમામ શક્તિશાળી કામદારો છે. આ વખતે આગ્રાની તમામ બેઠકો પર ભાજપ જીતશે.HS