Western Times News

Gujarati News

ભાજપના ઓપરેશન લોટ્‌સથી કોંગ્રેસમાં સન્નાટો

(પ્રતિનિધિ) અમદાવાદ: મધ્યપ્રદેશમાં કોંગ્રેસના યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયાએ પક્ષમાં તેમની થતી અવગણનાના પગલે બળવો પોકારી ગઈકાલે ધુળેટીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. સિંધિયાની સાથે કોંગ્રેસના રર જેટલા ધારાસભ્યો હોવાનું અનુમાન છે અને આ તમામે પક્ષમાંથી રાજીનામા આપ્યા હોવાનું જાણવા મળી રહયું છે

જેના પગલે મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ છે. આજે આ મુદ્દે મહત્વપૂર્ણ ઘટનાક્રમ સર્જાવાનો છે જેના ઉપર તમામની નજર મંડાયેલી છે. બીજીબાજુ ભાજપના ઓપરેશન લોટસનો વ્યાપ વધે તેવી સંપૂર્ણ શક્યતા છે અને ગુજરાત તથા રાજસ્થાનમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાય તેવુ રાજકીય નિષ્ણાંતો માની રહયા છે. પરિણામે કોંગ્રેસના ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયાનો ચહેરો આગળ ધરી કોંગ્રેસે ચૂંટણી લડી હતી તેમાં કોંગ્રેસને ફાયદો પણ થયો હતો તથા મધ્યપ્રદેશમાં બહુમળી હાંસલ કરી સરકાર રચવામાં આવી હતી પરંતુ સરકાર રચાતા જ કોંગ્રેસે મુખ્યમંત્રી પદે કમલનાથને બેસાડતા મધ્યપ્રદેશ કોંગ્રેસમાં બે ભાગ પડી ગયા હતાં આજ પરિસ્થિતિ  રાજસ્થાનમાં જાવા મળી રહી છે. રાજસ્થાનમાં સચિન પાયલોટના ચહેરા હેઠળ ચૂંટણી લડવામાં આવી હતી અને રાજસ્થાનમાં પણ બહુમતી મળતા જ મુખ્યમંત્રી પદે અશોક ગેહલોતને બેસાડી દેવામાં આવ્યા હતાં

જેના પરિણામે રાજસ્થાનમાં પણ કોંગ્રેસમાં જૂથબંધી સપાટી પર આવી ગઈ છે આ દરમિયાનમાં રાજયસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા ઓપરેશન લોટ્‌સ શરૂ કરવામાં આવ્યું છે પક્ષથી નારાજ અને યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયા સતત ભાજપના સંપર્કમાં હતાં. છેલ્લા કેટલાક દિવસથી ખાનગીરાહે મિટીંગો યોજાઈ હતી અને તેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતાં.

પક્ષથી નારાજ સિંધિયા કોંગ્રેસના ર૦થી વધુ ધારાસભ્યોને લઈ બેંગ્લોર પહોંચી ગયા હતાં જેના પગલે મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો એટલું જ નહી પરંતુ સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે બીજીબાજુ કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતાં પરંતુ ગઈકાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિતશાહની સાથે સિંધિયાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ સુત્રોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આજે સિંધિયા વિધિવત રીતે ભાજપમાં જાડાય તેવુ મનાઈ રહયું છે.

આમ મધ્યપ્રદેશમાં ભાજપનું ઓપરેશન લોટ્‌સ ખૂબજ સફળ રહયું. મુખ્યમંત્રી કમલનાથે દાવો કર્યો છે કે તેઓ બહુમતી પુરવાર કરી લેશે પરંતુ વર્તમાન સ્થિતિ જાતાં બહુમતી પુરવાર કરવી શકય નથી. સોનિયા ગાંધીએ પણ સવારે તાકિદની એક બેઠક બોલાવી હતી અને નારાજ ધારાસભ્યોને મનાવવા માટે બે વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપી છે.

ભાજપે પણ મધ્યપ્રદેશના પોતાના ૧૦૮ જેટલા ધારાસભ્યોને ગુરૂગ્રામની હોટલમાં ગઈકાલ મોડી રાતથી ખસેડી લીધા છે તો બીજીબાજુ કોંગ્રેસે પણ પોતાના બાકીના ધારાસભ્યોને જયપુરની હોટલમાં ખસેડવાની તજવીજ શરૂ કરી છે જાકે ભાજપનું ઓપરેશન લોટ્‌સ મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાત અને રાજસ્થાનમાં પણ ચાલુ છે જેના પરિણામે રાજસ્થાનમાં પણ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાય તેવુ રાજકીય નિષ્ણાંતો માની રહયા છે. રાજયસભામાં વધુને વધુ બેઠકો મેળવવા માટે ભાજપ સક્રિય બનેલું છે

અને આ માટે કોંગ્રેસના નારાજ ધારાસભ્યો તથા અગ્રણીઓને પક્ષમાં સમાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મધ્યપ્રદેશ સરકારે બહુમતી ગુમાવી દીધી છે ત્યારે હવે રાજસ્થાનમાં પણ કોઈપણ સમયે બળવો થાય તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ કેટલાક ધારાસભ્યો રાજયસભાની ચૂંટણી પહેલા બળવો કરે તેવુ મનાઈ રહયું છે અને આ શકયતાના પગલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ તથા મોવડી મંડળ સક્રિય બનેલું છે.

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને પણ ગુજરાતની બહાર લઈ જવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ભાજપને ફાયદો થાય તેવી શકયતાથી આ કામગીરી શરૂ કરાઈ છે. આ દરમિયાનમાં બંને પક્ષના મોવડી મંડળો સક્રિય બનેલા છે સવારથી જ દિલ્હીમાં તબક્કાવાર બેઠકો યોજાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.