Western Times News

Gujarati News

ભાજપના કાર્યક્રમ સરકારી બને છે, કોંગ્રેસને નિયમો બતાવાય છે

ચાવડા, ધાનાણી, મોઢવાડિયા, પૂંજાભાઇ વંશ, ખેડાવાલા, પ્રવક્તા સહિત તમામ મોટા નેતાઓની અટકાયત કરી
અમદાવાદ, ગુજરાતમાં હવે બેવડા ધોરણો અપનાવાઈ રહી છે. ભાજપનો કાર્યક્રમ એ સરકારી બની જાય છે અને કોંગ્રેસને નિયમોને આધીન એક પણ કાર્યક્રમ કરવાની છૂટ મળી રહી નથી. દાંડીયાત્રા જ નહીં ભૂતકાળમાં પણ અનેક કાર્યક્રમોમાં આ મોડેલ જાેવા મળ્યું છે.

શહેરમાં મંજૂરી વિના દાંડીકૂચ કરતા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જૂન મોઢવાડિયા, પૂંજાભાઇ વંશ, ઇમરાન ખેડાવાલા, પ્રવક્તા મનિષ દોશી સહિત તમામ મોટા નેતાઓની અટકાયત કરીને પોલીસ વેનમાં બેસાડી દીધા હતા.

દરમિયાન પોલીસ અને મહિલા કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. કોંગ્રેસની કૂચને અટકાવવા પોલીસનો મોટો કાફલો ઉતારી દેવાયો છે. પોલીસ અટકાયત બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, પોલીસ અત્યાચાર કરી રહી છે. શું ગાંધીના ગુજરાતમાં ગાંધીપથ પર ચાલવાનો અધિકાર નથી.

સરકાર પોલીસનો આશરો લઇ રહી છે. લોકશાહી બચાવવા કોંગ્રેસ લડતી રહેશે. દેશ અંગ્રેજાે સામે ઝૂક્યો ન હતો તો સત્તા સામે પણ ઝૂકશુ્‌ં નહીં. તેમણે કહ્યું કે પોલીસતંત્ર કોંગ્રેસના કાર્યક્રમમાં એક્ટિવ થઈ જાય છે અને ભાજપના કાર્યક્રમમાં મૂકપ્રેક્ષક બની જાય છે.

અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ દાંડીકુચ યોજે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસની દાંડીકુચને તંત્રએ મંજૂરી આપી ન હોવા છતાં કોંગી નેતાઓએ દાંડીકુચ યોજી હતી. જાે કે કોંગ્રેસના નેતાઓ દાંડીકુચ શરૂ કરે તે પહેલા જ પોલીસે તમામ કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

જરાતમાં ભાજપ દાંડીયાત્રા કાઢે તો તે અમૃત મહોત્સવ અને કોંગ્રેસ દાંડીયાત્રા કાઢે તો નિયમોનું ઉલ્લંઘન. ગાંધીના ગુજરાતમાં દાંડીયાત્રામાં જ હિંસા આચરાઈ છે. પોલીસે બળજબરી કરી કોંગ્રેસી નેતાઓને દાંડીકૂચ ના કાઢવા દઇ બળજબરીથી અટકાયત કરી છે.

પોલીસે દાંડીકૂચમાં જાેડાનારા ટ્રેક્ટરોની આજે સવારે જ હવા કાઢી નાખી હતી. સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કરતા વિપક્ષે જણાવ્યું હતું કે અમારી યાત્રા શરુ થાય તે પહેલાં જ તમામ ટ્રેક્ટરની હવા કાઢી નાંખવામાં આવી હતી. ત્યારે હવે કોઈ પણ રીતે કોંગ્રેસ યાત્રા કાઢવા માટે મક્કમ બની હતી પણ કાર્યક્રમમાં ઘર્ષણનો માહોલ સર્જાયો હતો.

ભાજપ સરકારના કાર્યકમમાં પોલીસ બંદોબસ્તમાં હતી અને કોંગ્રેસની યાત્રાને રોકવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યાં ટ્રેક્ટર એકઠા કર્યા હતા એ પાર્ટી પ્લોટની બહાર પોલીસ ખડકી દેવાઇ છે. આમ છતાં કોંગ્રેસ દાંડીયાત્રા રૂટ પર ટ્રેક્ટર સત્યાગ્રહ કરવા મક્કમ બની હતી. દર વરસે કોંગ્રેસ દાંડી યાત્રા કાઢતી હોવા છતા આ વખતે મંજૂરી ન અપાતા સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે ટ્રેક્ટર યાત્રા કાઢવાની તૈયારી કરી હતી. જાે કે તંત્રએ રાતથી જ કોંગ્રેસના આયોજન પર ધોંસ બોલાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.