ભાજપના ગઢ અડાજણ-રાંદેરમાં કાર્યકર્તાએ છેડો ફાડ્યો
સુરતમાં ભાજપના ૪૦૦ કાર્યકર્તાએ ઝાડુ પકડી લીધું -સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની પકડ નબળી સાબિત થઇ રહી છે, રાજકારણ ફરીવાર ગરમાયુ
સુરત, આમ આદમી પાર્ટી દ્વારા તારવારી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જાેડાયેલા અને કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હતું. જેના કારણે સ્થાનિક રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. સુરત શહેરના ભારતીય જનતા પાર્ટી પ્રમુખની પકડ નબળી સાબિત થઇ રહી છે. અલગ અલગ વિસ્તારોમાંથી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જવાનો સિલસિલો યથાવત્ત છે.
આજે અડાજણ-રાંદેરમાંથી ૪૦૦ કરતા વધારે ભાજપના કાર્યકર્તાઓ આપમાં જાેડાયા હતા. અત્રે નોંધનીય છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલના સુરતમાંથી છેલ્લા દોઢ મહિનામાં ૧૦૦૦ જેટલા ભાજપના કાર્યકર્તાઓ આપમાં જાેડાયા છે. અડાજણ રાંદેર વિસ્તારને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.
જાે કે આજે અલગ અલગ સોસાયટીઓના પ્રતિનિધિઓ દ્વારા આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હતું. આટલા મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ આપમાં જતા સુરત ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આ વિસ્તારમાં ભાજપનું માળખું ખુબ જ મજબુત માનવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે, કાર્યકર્તાઓનાં અનુસાર કોરોના કાળ દરમિયાન સરકાર અને તંત્ર સંપુર્ણ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. જેના કારણે સ્થાનિક જનતામાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. જનાધાર પાર્ટી ગુમાવી ચુકી છે ત્યારે કાર્યકર્તાઓએ ઝાડુ જ પકડ્યું હતું.