ભાજપના તમામ પાંચ ઉમેદવાર જીત્યા, NCP-શિવસેનાને બે-બે, કોંગ્રેસને એક સીટ

મુંબઈ, મહારાષ્ટ્રમાં એમએલસી ચૂંટણીમાં તમામ ૧૦ સીટોના પરિણામ આવી ગયા છે અને રાજ્યસભા ચૂંટણી બાદ મહાવિકાસ આઘાડી સરકારને અહીં પણ ઝટકો લાગ્યો છે. એમવીએને ૬માંથી ૫ સીટ મળી જ્યારે ભાજપના તમામ ઉમેદવારોને જીત મળી છે.
એમએલસી ચૂંટણીમાં સત્તામાં રહેલી શિવસેના, એનસીપીને બે-બે, ભાજપને પાંચ અને કોંગ્રેસના એક ઉમેદવારોને જીત મળી છે. કોંગ્રેસના ભાઈ જગતાપે જીત મેળવી જ્યારે ચંદ્રકાન્ત હંડોરે હારી ગયા છે.
વિધાન ભવનની બહાર ભાજપના કાર્યકર્તાઓએ જશ્ન મનાવવાનું શરૂ કરી દીધુ છે. ભાજપ તરફથી પ્રવીણ દરેકર, રામ શિંદે, શ્રીકાંત ભારતીય, ઉમા ખપરે અને પ્રસાડ લાડે જીત મેળવી છે. શિવસેનાના સચિન અહીર અને અમશા પડવીએ જીત મેળવી છે. એનસીપીના એકનાથ ખડસે અને રામરાજે નાઇક નિંબાલકરે પોતાની સીટ પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસના ભાઈ જગતાપને જીત મળી છે.
એમવીએમાં સામેલ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે બે-બે ઉમેદવાર ઉતાર્યા, જ્યારે ભાજપે પાંચ ઉમેદવારોને ટિકિટ આપી હતી. વિધાન પરિષદના નવ સભ્યોનો કાર્યકાળ સાત જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. ૧૦મી સીટ આ વર્ષની શરૂઆતમાં ભાજપના એક નિધનને કારણે સીટ ખાલી થઈ હતી. આ ૧૦ સીટો માટે કુલ ૧૧ ઉમેદવારો વચ્ચે મુકાબલો થયો હતો.
વિધાન પરિષદ ચૂંટણીમાં સીક્રેટ બેલેટ દ્વારા મતદાન થયું, તેથી ક્રોસ વોટિંગની આશંકા વધી ગઈ છે. રાજ્યસભા ચૂંટણીમાં ધારાસભ્યોએ પોત-પોતાની પાર્ટીના સત્તાવાર પ્રતિનિધિને મતપત્ર દેખાડવાનું હોય છે, પરંતુ વિધાન પરિષદની ચૂંટણીમાં તેને ગુપ્ત રાખવામાં આવ્યું, જેના કારણે ક્રોસ વોટિંગની આશંકા છે. સાથે તે વાતને લઈને પણ આશંકા વધી ગઈ કે અપક્ષ સભ્યોએ કોને પોતાનો મત આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે વિધાન પરિષદ ચૂંટણીમાં મત આપવા માટે જેલમાં બંધ એનસીપી નેતાઓ નવાબ મલિક અને અનિલ દેશમુખને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.Hs1MS