ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશેઃ નીતિન પટેલ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાજયસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારોનો વિજય થશે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પક્ષ તરફથી ત્રણેય ઉમેદવારોને મેન્ડેટ પ્રમાણે મતદાન કરવા ધારાસભ્યોને જણાવાયુ છે. ગઈકાલે આખો દિવસ ધારાસભ્યોને માર્ગદર્શન સાથે ચૂંટણીલક્ષી પ્રશિક્ષણ આપવામાં આવ્યુ હતુ. ભાજપના સભ્યો એક છે અને સુરક્ષિત છે.