ભાજપના દિગ્ગજ નેતા બાબુલ સુપ્રિયો ટીએમસીમાં જોડાયા

કોલકતા, પૂર્વીય કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રિયો શનિવારે ટીએમસી મહાસચિવ અભિષેક બેનરજી અને પાર્ટીના સાંસદ ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં તૃણમૂલમાં સામલ થયા છે.
બાબુલ સુપ્રિયોને હાલમાં જ કેન્દ્રીય મંત્રીમંડળમાં થયેલા મોટા ફેરફારને કારણે પદ પરથી હટાવવામાં આવ્યા હતા. સુપ્રિયો બંગાળની આસનલોટ સીટથી સાંસદ છે. સુપ્રિયોએ એવા સમયે તૃણમૂલનો સાથ પકડ્યો છે, જ્યારે કોલકાત્તાની ભવાનીપુરા સીટ પર વિધાનસભાની પેટાચૂંટણી થઈ રહી છે, જ્યાંથી સ્વંય મુખ્યમંત્રી મમતા બેનરજી ઉમેદવાર છે. હાલમાં જ ભાજપના ચાર ધારાસભ્ય તૃણમૂલનો હાથ પકડી ચૂક્યા છે.
સુપ્રિયો પશ્ચિમ બંગાળના ઈલેક્શન બાદથી ભાજપથી નારાજ હતા. બાબુલ સુપ્રિયોએ થોડા સમયે પહેલા જ એક પોસ્ટ લખીને રાજનીતિ છોડવાની વાત કહી હતી અને અચાનકથી તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા છે. તેને ભાજપ માટે મોટો ઝાટકો માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ઈલેક્શન બાદથી અનેક ભાજપીય નેતાઓએ પાર્ટીને અલવિદા કર્યું છે. તેમાં હવે બાબુલ સુપ્રિયોનું નામ સામેલ થયું છે.HS