Western Times News

Gujarati News

ભાજપના ધારાસભ્યે આમિર ખાન સામે કરી પોલીસ ફરિયાદ

મુંબઈ, બોલીવૂડના સુપર સ્ટાર આમિર ખાન સામે ગાઝિયાબાદના ભાજપના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે પોલીસમાં ફરિયાદ આપી છે.

જોકે આ ફરિયાદ આમિર ખાનની કોઈ ફિલ્મ માટે નથી થઈ પણ કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આમિર ખાને કોરોનાની ગાઈડલાઈનનુ પાલન નહીં કરવા બદલ થઈ છે.નંદકિશોર ગુર્જરે આમિર ખાન પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે.ભાજપના ધારાસભ્ય ગુર્જરનુ કહેવુ છે કે, કેટલાક દિવસો પહેલા આમિર ખાને દિલ્હી નજીક ગાઝીયાબાદની મુલાકાત લીધી હતી.આ દરમિયાન તેમણે ભારે બેદરકારી બતાવી હતી.આમિરની આસપાસ લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી.આમ છતા આમિર ખાને ચહેરા પર માસ્ક પહેર્યો નહોતો એટલુ જ નહી સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનો પણ ખુલ્લેઆમ ભંગ થયો હતો.

પોલીસે  ધારાસભ્યને મામલામાં યોગ્ય કાર્યવાહી કરવાનુ આશ્વાસન આપ્યુ છે.મળતી વિગતો પ્રમાણે ગયા બુધવારે આમિરખાન પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગ માટે ટ્રોનિકા સિટીના ઔદ્યોગિક વિસ્તારમાં પહોંચ્યો હતો.જ્યાં તેણે માસ્ક નહોતો પહેર્યો અને ભીડ સાથે તસવીરો પણ ખેંચાવી હતી.પોલીસનુ કહેવુ છે કે, ધારાસભ્યની ફરિયાદ બાદ તપાસ શરુ કરવામાં આવી છે અને જરુર પડે આગળની કાર્યવાહી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.