ભાજપના ધારાસભ્ય દળની બેઠક બોલાવાઈ તેમાં કોણ કોણ હાજર હતું

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી
તમામ નામોની ચર્ચા બાદ એકાએક આનંદીબેન પટેલના નજીકના ગણાતા ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી
ગાંધીનગર, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તમામ અટકળો બાદ આખરે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે.ભુપેન્દ્રભાઇ પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે.તેઓ આનંદીબેન પટેલના નજીકના માનવામાં આવે છે.આનંદીબેન પટેલ પણ ઘાટલોડિયા બેઠક પરથી ચુંટણી જીત્યા હતાં.
ભુપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનની સ્ટેડીંગ કમિટિના ચેરમેન રહી ચુકયા છે અને ઔડાના ચેરમેન રહી ચુકયા છે. તેઓ કડવા પાટીદાર છે આથી ભાજપે ફરી એકવાર પાટીદારને કમાન સોંપી છે.ભુપેન્દ્રભાઇ પટેલ ૨૦૧૭માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતાં.
જાે કે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે નીતીન પટેલ,આર સી ફળદુ,મનસુખ માંડલીયા,સી આર પાટીલ પરષોતમ રૂપાલા સહિતના નામો ચર્ચામાં હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી બધાને ચોંકાવી દીધા હતાં
વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રીને લઈને ર્નિણય લેવામાં આવ્યો હતો પહેલા કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ અને ત્યારબાદ ધારાસભ્ય દળની બેઠક મળી હતી જેમાં ભુપેન્દ્ર પટેલના નામને મંજુરીની મહોર મારવામાં આવી હતી.
ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતા જ ધારાસભ્યોએ ભારત માતાની જયના સુત્રોચ્ચાર કર્યા હતાં. ભુપેન્દ્ર પટેલને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુલદસ્તોે આપી અભિવાદન કર્યું હતું.આર સી પાટીલ,કેન્દ્રમાંથી આવેલા નીરિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતાં.
આ પહેલા મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતાં અને આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જાેશી ગાંધીનગર પહોંચી ગયા હતાં.તેમણે કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ સાથે કમલમ્માં બેઠક કરી હતી.
આ ઉપરાંત ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોંચ્યા હતાં.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સૌરભ પટેલ કમલમ પહોંચ્યાં હતાં અને કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે.ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નિવાસસ્થાન પર બેઠક બાદ નેતાઓ કમલમ ખાતે પહોચ્યા હતાં ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બહારથી આવતા તમામ લોકોનું સઘન ચેકીંગ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો .
કમલમ ખાતે મીડીયા કર્મીઓનો જ જમાવડો દેખાઈ રહ્યો હતો, વિજય રૂપાણીના રાજીનામાં બાદ ભાજપના ધારાસભ્ય દળની બેઠક બોલાવાઈ હતાં અને તેમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના અગાઉથી આપી દેવામાં આવી હતી બેઠક બાદ ભાજપ તરફથી ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી હતી
ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આખી સરકારનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની રચના અંગે ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે ખાસ બેઠક મળી હતી. જેમા નવા મુખ્યમંત્રીના નામ પર ર્નિણય લેવાયો હતો. તે પછી મોડીરાત્રે ભાજપના બે રાષ્ટ્રીય નિરીક્ષકોને નવા મુખ્યમંત્રીના નામ સાથે ગુજરાત મોકલવામાં આવ્યા છે.
નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચેની બેઠકમાં કેન્દ્રીય મંત્રીમંડળની પેટર્નથી ગુજરાતમાં પણ નવી યુવા સરકાર બનાવવા માટેની ચર્ચા થઈ હતી. ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત અને ભાજપ વિધાનસભા પક્ષની બેઠક અંગે મોડી રાત સુધી અવઢવ હતી. જ્યારે બીજી બાજુ નવી દિલ્હીમાં ભાજપ હાઈકમાન્ડ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે રાત્રે બેઠક મળી હતી.
જેમા રૂપાણીના અનુગામી તરીકે કોને મુકવા તે અંગે કેટલાક નામોની ચર્ચા કર્યા બાદ એક નામ ફાઈનલ થયું હતું. વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચેની બેઠકમાં મુખ્યમંત્રીનું નામ ફાઈનલ થયા બાદ બે નિરીક્ષકો નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જાેષીને ગુજરાત મોકવા અંગેનો ર્નિણય મોડી રાત્રે લેવામાં આવ્યો હતો.
ગુજરાતમાં આગામી ૨૦૨૨ની ચૂંટણીને અનુલક્ષીને જ્ઞાતિ આધારિત નવા સીએમ બનવવા માટેનો અંતિમ ર્નિણય મોદી-શાહ દ્વારા લેવામાં આવ્યા બાદ ભાજપના બે રાષ્ટ્રીય નિરીક્ષકો આજે સવારે દૂત બનીને ગાંધીનગર આવી પહોંચ્યા હતાં.
જ્યાં તેઓએ સિનિયર મંત્રીઓ અને પક્ષના કેટલાક આગેવાનો સાથે વન-ટુ-વન બેઠક કરી નવા સીએમના નામ અંગે મંતવ્યો લીધા હતા. હવે ૩ વાગે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં દિલ્હીથી આવેલા બંને નિરીક્ષકો નવા સીએમની જાહેરાત કરી હતી