ભાજપના નવા રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરાઇ
નવીદિલ્હી, ભાજપ દ્વારા રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલાનો સમાવેશ કરાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલનો પણ સમાવેશ કરાયો છે. કાયમી આમંત્રિતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીનો સમાવેશ કરાયો છે. ભારતીબેન શિયાળ, રમીલાબેન બારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે .
એટલું જ નહીં આ સિવાય રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ સહિતના ઘણાં લોકોના નામ ભાજપની આ ૮૦ સભ્યોની રાષ્ટ્રીય કારોબારીની યાદીમાં સામેલ કરાયા છે.HS