Western Times News

Gujarati News

ભાજપના વરિષ્ઠ નેતા ડો સી પી ઠાકુર કોરોના પોઝીટીવ

નવીદિલ્હી, ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો સી પી ઠાકુર પણ કોરોના સંક્રમિત થયા છે કોરોના પોઝીટીવ આવ્યાની વાત તેઓએ ટ્‌વીટ કરીને પોતે જ આપી છે અને કહ્યું છે કે છેલ્લા કેટલાક સમયમાં મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે તે પણ તેમના ટેસ્ટ કરાવી લે અને સાથે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે તેઓએ કહ્યું કે તેમને કોરોનાના લક્ષણો લાગતા તેઓએ ટેસ્ટ કરાવ્યો અને તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

મળતી માહિતી અનુસાર બિહાર સ્વાસ્થ્ય વિભાગના આંકડા કહે છે કે ગુરૂવારે આઠ વધુ દર્દીના મોત થતા કુલ મૃત્યુ આંક ૧૨૦૯ થયો છે અહીં મહામારીથી ૨,૨૯,૪૭૪ લોકો સંક્રમિત થઇ ચુકયા છે સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા ૨૨૨૪૯૨ પહોંચી છે. બિહારમાં અત્યાર સુધી કુલ ૫૭૭૨ એકિટવ દર્દીઓ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.