ભાજપના સમર્થકોને મત ન આપવા જવા ટીએમસી નેતાની ખુલ્લી ધમકી

કોલકાતા, બંગાળમાં રાજકીય હિંસા યથાવત છે અને તેની વચ્ચે ટીએમસીના ધારાસભ્યે ભાજપના મતદારોને ખુલ્લી ધમકી આપી છે.
નરેન્દ્ર નાથ ચક્રવર્તીએ આપેલી ધમકીનો વિડિયો વાયરલ થઈ રહયો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, ભાજપના સમર્થકો ઘરમાં જ બેસી રહે અને વોટ કરવા ના જાય.
આ વાત તેમણે ટીએમસીના કાર્યકરો સાથેની બેઠકમાં કહી હતી અને કાર્યકરોને અપીલ કરી હતી કે, જે ભાજપના સમર્થકો છે તેમને ડરાવો અને ધમકાવો. ભાજપના મતદારો મત આપવા નહીં જાય તો અમે સમજીશું કે તમે અમારા સમર્થનમાં છે.
તમે તમારા નોકરી ધંધામાં જ ધ્યાન આપો.આ વિડિયો વાયરલ થયા બાદ ભાજપના નેતાઓએ ચૂંટણી પંચને તેના પર કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો સિલસિલો યથાવત છે અને બીરભૂમ હિંસા બાદ તો વિધાનસભામાં પણ ટીએમસી અને ભાજપના સાંસદો વચ્ચે મારામારી પણ થઈ હતી.SSS