ભાજપના સાંસદ પુત્રની ટિકિટ માટે સાંસદ પદ છોડવા પણ તૈયાર

નવીદિલ્હી, અલ્હાબાદના ભાજપ સાંસદ ડો.રીટા બહુગુણા જાેશીના પુત્ર મયંકને ભાજપ તરફથી વિધાનસભા ચૂંટણીની ટિકિટ મળવા પર શંકા ઉભી થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે એક પરિવારમાંથી માત્ર એક વ્યક્તિને ટિકિટ મળશે. જેના પર રીટા બહુગુણા જાેશીએ સાંસદ પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી છે.
તેમણે પાર્ટી નેતૃત્વને પ્રસ્તાવ આપ્યો છે કે જાે પાર્ટી તેમના પુત્રને લખનૌથી ટિકિટ આપે છે તો તેઓ સાંસદ પદ પરથી રાજીનામું આપવા તૈયાર છે.
રીટા બહુગુણા પુત્રની ટિકિટ માટે કોઈપણ બલિદાન માટે તૈયાર છે.અલ્હાબાદના બીજેપી સાંસદ ડૉ. રીટા બહુગુણા જાેશી લખનૌથી પુત્ર મયંકને કોઈપણ ભોગે ભાજપમાંથી ટિકિટ અપાવવા માટે નેતૃત્વ પર દબાણ કરી રહ્યા છે. તેઓ ઘણા દિવસોથી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને છે.
આ દરમિયાન તે પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત તમામ પદાધિકારીઓનો સંપર્ક કર્યો છે.વિધાનસભા ચૂંટણી પહેલા યુપી કેબિનેટના ઘણા મંત્રીઓએ યોગી સરકારમાંથી રાજીનામું આપી દીધું છે.
આ ક્રમમાં એવી અટકળો ચાલી રહી હતી કે સાંસદ રીટા બહુગુણા જાેશી પણ નારાજ છે.રીટા કહે છે કે તેમનો પુત્ર ૧૦ વર્ષથી વધુ સમયથી ભાજપમાં કામ કરી રહ્યો છે અને સક્રિય ભાગીદારી લઈ રહ્યો છે. પાર્ટીએ તેમને ટિકિટ આપવા પર વિચાર કરવો જાેઈએ. જાે પાર્ટી એક પરિવારને એક ટિકિટના સિદ્ધાંતના આધારે તેમના પુત્રના નામ પર વિચારણા નહીં કરે તો પુત્રની ટિકિટ માટે તે સાંસદ પદ છોડી શકે છે.HS