ભાજપની વેક્સિન પર વિશ્વાસ જ નથી, નહીં લઉ: અખિલેશ
લખનઉ, ભારતમાં કોરોના મહામારી વચ્ચે પણ કેટલાક રાજકીય પક્ષો પોતાની બુદ્ધીનું પ્રદર્શન કરી રહ્યાં છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે જાહેરમાં જ કોરોનાની વેક્સિન લેવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે, અમને ભાજપની કોરોના વેક્સિન પર વિશ્વાસ નથી જેથી હાલ અમે વેક્સિન નહીં લઈએ.
સમાજવાદી પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું હતું કે, હું હાલ કોરોનાની કોઈ જ રસી નહીં લઉં. હું ભાજપની કોરોનાની વેક્સિન પર વિશ્વાસ ના કરી શકું, જ્યારે અમારી સરકાર બનશે ત્યારે જ બધાને મફતમાં કોરોનાની વેક્સિન આપીશું. અમે ભાજપની વેક્સિન લગાવી શકીએ નહીં.
આજે કેન્દ્ર તરફથી પણ કોરોના વેક્સિનના રસીકરણ પર મહત્વની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં કોરોના વેક્સિનેશનના ડ્રાઇ રનનું નિરીક્ષણ કર્યા બાદ સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, માત્ર દિલ્હી જ નહીં દેશભરમાં કોરોનાની વેક્સિન ફ્રીમાં લગાવવામાં આવશે.
એ વાત મહત્વની કે, દેશના તમામ નાગરિકોને કોરોનાની રસી લાગશે નહીં. સરકાર આ અગાઉ પણ અનેકવાર કહી ચુકી છે કે, બધા ભારતીયોને રસી લગાવવાની જરૂર પડશે નહીં. માત્ર એટલી વસ્તીને રસી લગાવવામાં આવશે જેથી કોરોના પ્રત્યે હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ જાય એટલે કે કોરોના સંક્રમણની ચેન તૂટી જાય. હવે સ્વાસ્થ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, જેને પણ કોરોનાની વેક્સિન લાગશે તેની પાસે એકપણ પૈસા લેવામાં આવશે નહીં. રસી કોને લાગશે, તે સરકાર નક્કી કરી રહી છે.
રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં સૌથી વધુ જાેખમ વાળા વ્યક્તિને રસી આપવામાં આવશે. પહેલા તબક્કામાં ૫૧ લાખ લોકોને રસી લગાવવામાં આવશે જેમાં હેલ્થકેર વર્કર, કોરોના વોરિયર, ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકો કે કોઈ અન્ય બીમારીથી પીડિત લોકો હશે. તેવી જ રીતે પહેલાથી જ કોઈ અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત લોકો, સ્વાસ્થ્યકર્મીઓ અને કોરોના વોરિયર સામેલ હશે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું, રસીકરણના પ્રથમ તબક્કામાં દેશભરમાં સર્વોચ્ચ પ્રાથમિકતા વાળા લાભાર્થીઓને ફ્રી વેક્સિન આપવામાં આવશે. તેમાં ૧ કરોડ હેલ્થકેર વર્કર અને ૨ કરોડ ફ્રંટલાઇન વર્કર પણ સામેલ થશે. બાકી ૨૭ કરોડ લોકોને જુલાઈ સુધી રસી લગાવવાની છે જેને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.SSS