Western Times News

Gujarati News

ભાજપની સ્પષ્ટ બહુમતી છતાં પાલિકાના પ્રમુખ રજા પર ઉતરી ગયા

આણંદ , આણંદ નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં છેલ્લાં ઘણાં સમયથી વિવાદનો વંટોળ શરૂ થઇ ગયો છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીના પડઘમના પગલે આણંદ પાલિકામાં સાંસદે બોલાવેલી બેઠકમાં એક ગ્રૂપના ૨૫ કાઉન્સિલરો ગેરહાજર રહેતા સાંસદે મોકલાવેલ રીપોર્ટનો મામલો ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે.

જેના કારણે શહેરમાં તરહ તરહની ચર્ચાઓએ જાેર પકડયું છે. ત્યારે બીજી તરફ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ પાંચ દિવસ સુધી રજા પર ઉતરી જતાં પાલિકાના શાસનમાં હડકંપ મચી ગયો છે. જાેકે પ્રમુખ પદેથી રૂપલને હટાવો આણંદ શહેરને બચાવો એ નામની એક વાયરલ થયેલી પત્રિકાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.

એક તરફ ગાય પકડવા સહિતની અનેક કામગીરી પાલિકામાં થતી નથી ત્યારે પ્રમુખ રજા પર ઉતર્યા કે ઉતારી દેવાયા તેને લઈને ચર્ચાઓએ જાેર પકડ્યું છે.

પાલિકા પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ વિરૂદ્ધ બે વાર જુદી જુદી પત્રિકાઓ આણંદ જિલ્લા ભાજપના કાર્યકર દ્વારા સોશ્યલ મિડિયામાં વાયરલ કરવામાં આવતાં હાલમાં મામલો ગરમાયો છે. સાંસદ અને ભાજપ પ્રમુખ ગ્રૂપ વચ્ચે ચાલતી ખેંચતાણની અસર આણંદ નગરપાલિકા સહિત બોરસદ પાલિકા અને અન્ય પાલિકામાં જાેવા મળી રહી છે.

આણંદ પાલિકામાં વિકાસ કામો છેલ્લાં કેટલાંય સમયથી થતાં નહીં હોવાથી નગરજનોમાં નારાજગી જાેવા મળી રહી છે. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખનું કહેવા પ્રમાણે જ આણંદ પાલિકા પ્રમુખ કામ કરતાં હોવાના આક્ષેપ ઉઠયા છે.

આવી જ પરિસ્થિતી રહી તો આ વખતે ભાજપને આણંદ વિધાનસભા ગુમાવવાનો વખત આવશે એમ પણ ચર્ચાઇ રહ્યું છે. નોંધનીય છે કે, પાંચ વર્ષ અગાઉ પણ આણંદ નગરપાલિકાના કાઉન્સિલરોને કારણે ૫ હજાર મતે વિધાનસભા ગુમાવવાનો વખત આવ્યો હતો.

આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ ૨૪મી મે થી ૩૦ મે સુધી સામાજિક કારણોસર રજા મુકવામાં આવી હોવાનો રીપોર્ટ કરવામાં આવ્યો છે. આથી તેઓની જગ્યાએ વોર્ડ નંબર ૧૩ના કાઉન્સિલર અને આણંદ નગરપાલિકાના ઉપપ્રમુખ છાયબેને ઝાલાને પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.SS3MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.