ભાજપનો નારો છે સત્ય છુપાવો અને સત્તા બચાવોઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી, પહેલા હાથરસ અને હવે બલરામપુરમાં દલિત યુવતી પર રેપ અને પછી હત્યાની ઉપરા છાપરી ઘટનાઓ બાદ યોગી સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે.કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ યોગી સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ બલરામપુરમાં પણ રેપની ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, ભાજપ સરકાર સત્યને છુપાવી રહી છે.યુપીના જંગલરાજમાં દિકરીઓ પર અત્યાચાર અને સરકારની દાદાગીરી ચાલી રહી છે.જીવતે જીવ તો હાથરસની પીડિતાને સરકાર સન્માન આપી શકી નહોતી પણ તેના અંતિમ સંસ્કારની ગરિમા પણ આ સરકારે છીનવી લીધી હતી.ભાજપનો નારો બેટી બચાવો , બેટી પઢાવો નથી પણ સત્ય છુપાઓ અને સત્તા બચાઓ છે…