ભાજપમાં જાેડાવા માટે ૨૦૧૯માં પૈસાની ઑફર કરવામાં આવી હતીઃ બાલાસાહેબ પાટિલ

બેલગાંવ, ભાજપના ધારાસભ્ય શ્રીમંત બાલાસાહેબ પાટિલે સનસનીખેજ ખુલાસો કરીને કહ્યુ કે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર પાડવા માટે કોંગ્રેસ છોડવા અને ભાજપમાં જાેડાવા માટે તેમને પૈસાની ઑફર કરવામાં આવી હતી. પત્રકારો સાથે વાત કરીને પાટિલે જણાવ્યુ કે, ‘હું કોઈ ઑફર સ્વીકાર્યા વિના જ ભાજપમાં જાેડાયુ છુ. જેટલા પૈસા જાેઈએ એટલા માંગી શકતો હતો પરંતુ મે પૈસા માંગ્યા નથી. મે લોકોની સેવા કરવા માટે મંત્રી પદ આપવા માટે તેમને કહ્યુ હતુ.’
વધુમાં પાટિલે ઉમેર્યુ કે, ‘હું નથી જાણતો કે મને વર્તમાન સરકારમાં મંત્રી પદ કેમ આપવામાં આવ્યુ નથી પરંતુ મને વચન આપવામાં આવ્યુ હતુ કે આવતા વિસ્તારમાં મને મંત્રી પદ આપવામાં આવશે. મારી કર્ણાટકના નવા સીએમ બાસવરાજ બોમ્મઈ સાથે વાતચીત થઈ છે.’
પાટિલ કર્ણાટકની કાગવાડ સીટના ધારાસભ્ય છે, તેઓ ઘણો લાંબો સમય કોંગ્રેસમાં રહ્યો પરંતુ ૨૦૧૯માં તેઓ ભાજપમાં જાેડાયા.
પાટિલ એ ૧૬ ધારાસભ્યોમાંના હતા જેમણે કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર છોડીને ભાજપમાં જાેડાયા હતા. આના કારણે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સત્તા ગુમાવવી પડી હતી.
રાજ્યમાં યેદિયુરપ્પાની આગેવાનીમાં સરકાર બન્યા બાદ પાટિલને મંત્રી પદ આપવામાં આવ્યુ હતુ. જાે કે યેદિયુરપ્પાના રાજીનામા અને બાસવરાજ બોમ્મઈના સીએમ બન્યા બાદ બાલાસાહેબ પાટિલને મંત્રીપદ ગુમાવવુ પડ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે.HS