Western Times News

Gujarati News

ભાજપમાં વાત કરવાની આઝાદી નથી, સાંસદો બોલી શકતા નથી

નવી દિલ્હી: પોતાની પાર્ટીમાં લોકાશાહી વાતાવરણ હોવાનો દાવો કરનારી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ભાજપના આંતરિક માહોલ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ભાજપમાં લોકોને પોતાની વાત કહેવાની પણ આઝાદી નથી. તેમણે દાવો કર્યો કે, ભાજપના ઘણા સાંસદોએ તેમને જણાવ્યું કે, તેઓ પોતાની પાર્ટીમાં પોતાની વાત રજૂ નથી કરી શકતા. તેના બદલે તેમને જણાવાય છે કે, તેમને શું બોલવાનું છે. રાહુલ ગાંધીએ આ વાત બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર આશુતોષ વાર્ષ્ણેયની સાથે વાતચીતમાં કહી. રાહુલે કહ્યું કે, તેમને એ વાત પર આશ્ચર્ય થઈ રહ્યું છં કે,

કોંગ્રેસમાં આંતરિક લોકશાહીની વાત તો બધા કરે છે, પરંતુ ભાજપ,એસપી અને બીએસપી જેવા રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહી પર કોઈ સવાલ નથી કરતું? બીજી તરફ, રાહુલે કહ્યું કે, ભારતને લઈને કોંગ્રેસનો પોતાનો એક વિચાર રહ્યો છે. એ જ રીતે રાષ્ટ્રવાદને લઈને પણ કોંગ્રેસની પોતાની વિચારસરણી રહી છે. કોંગ્રેસ તેમાં સંપૂર્ણ વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું કે, તેમના મનમાં ક્યારેય કોંગ્રેસના રાષ્ટ્રવાદનો વિરોધ કરવા કે તેના પર સવાલ ઉઠાવવાનો વિચાર નથી આવ્યો, કેમકે તેઓ પણ પૂરી રીતે તેમાં વિશ્વાસ રાખે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ સતત કોંગ્રેસને રાષ્ટ્રવાદને લઈને ઘેરતી રહે છે.

તેના જવાબમાં રાહુલ ગાંધીનું કહેવું હતું કે, જેટલા તેઓ (ભાજપ તેમજ સંઘ) આ મુદ્દાને લઈને સવાલ ઉઠાવશે, એટલા જ મજબૂતીથી તેઓ તેનો સામનો કરશે. તો, રાહુલે કોંગ્રેસની કેડરને લઈને પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે, કોંગ્રેસ કેડરમાં વિશ્વાસ રાખતી નથી કે તેને કેડર જાેઈતી પણ નથી. તેમનું કહેવું હતું કે, કેડર ભાજપ અને સંઘની હોય છે. તેમનું કહેવું હતું કે, કોંગ્રેસ જે દિવસે કેડર આધારિત પાર્ટી હશે, એ દિવસે તેમાં અને ભાજપમાં કોઈ ફરક નહીં રહે. તેમનું કહેવું હતું કે, અમે વિચારધાર પર ચાલીએ છીએ અને નેગોસિએશનમાં વિશ્વાસ રાખીએ છીએ.

તેમનું કહેવું હતું કે, કોંગ્રેસના સૌથી મોટા નેગોોસિએટર મહાત્મા ગાંધી હતા. તે પછી જવાહરલાલ નેહરુ અને બાકી બધા લોકો. બીજી તરફ રાહુલે એક સ્ટૂડન્ટના સવાલના જવાબમાં કહ્યું કે, તેઓ એ બધા મુદ્દા પર પોતાના દેશમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા ઈચ્છે છે, પરંતુ તેઓ જાણે છે કે તેમને તેની મંજૂરી નહીં મળે. કોઈપણ યુનિવર્સિટી તેમને બોલાવીને એવી ચર્ચા કે સંવાદ નહીં કરી શકે, કેમકે જાે કોઈએ એવું કર્યું તો તરત એ યુનિવર્સિટીના વીસીને હાજર થવા ફરમાન કરાશે. રાહુલને સવાલ કરાયો હતો કે, તેઓ વિદેશી યુનિવર્સિટીની સાથે તો વાત કરે છે, પરંતુ પોતાને ત્યાં કેમ નથી કરતા?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.