ભાજપમાં સભ્યો ૭પ લાખથી વધારવાના કે ૧.૧૩ કરોડથી ?
ગાંધીનગર : ભાજપના સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં મિસ્ડ કોલથી પક્ષના ૧ કરોડ ૧૩ લાખ જેટલા પ્રાથમીક સભ્યો બનતાં હતાં. જે પૈકી ખરાઈ બાદ ૭પ લાખ જેટલા પ્રાથમીક સભ્યો રહ્યાં હતાં. આમાંથી ૬૦ હજાર જેટલા સક્રીય સભ્યો હતાં. હવે પાર્ટી તરફથી નવી સભ્ય ઝુંબેશશરૂ કરવામાં આવી છે. જેમાં ર૦ થી પ૦ ટકા પ્રાથમીક સભ્યો વધારવાનું નકકી થયું છે. જા કે હોદેદારો હજી અસમંજમાં છે કે, વધારો૭પ લાખથી ગણવાનો કે ૧.૧૩ કરોડથી છેલ્લે મિસ્ડ કોલથી થયેલી નોધણી ઝુંબેશે મોટો વિવાદ સર્જાયો હતો. એટલે આ વખતે પાર્ટીએ ઓનલાઈન ફોર્મ ભરાવાનું નકકી કર્યું છે.
નવી સદસ્યતા ઝુંબેશ સંદર્ભે રવીવારે પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વ હેઠળ પ્રદેશના સંગઠનના આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં ઓછામાં ઓછા ર૦ ટકા અને વધુમાં વધુ પ૦ ટકા પ્રાથમીક સભ્યો ઉમેરવાનો લક્ષ્ય આપવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે નવા સભ્યો વધારવા માટે આવતીકાલ સોમવારથી રાજયના તમામ જિલ્લાઓમાં બેઠકોની દોર શરૂ થશે, જે ર૯મી જુન સુધી ચાલશે, બાદમાં ૬ઠ્ઠી જુલાઈથી રાજયસ્તરની ઝુંબેશ શરૂ થશે, જે ૧૧ મી ઓગષ્ટ સુધી ચાલશે.