ભાજપે કોંગ્રેસથી છ ગણો વધુ ગુગલ જાહેરાત પર ખર્ચ કર્યો
નવીદિલ્હી: તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક જાહેરાત ગુજરાતના અખબારોમાં છપાઇ હતી. ભાજપે તેના માટે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની ટીકા કરી અને આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ દિલ્હીની જનતાના પૈસા બીજા રાજયોમાં ચુંટણી પ્રચાર પર ખર્ચ કરી રહ્યાં છે જાે કે આ મામલામાં તમામ રાજનીતિક પક્ષ આગળ છે અને તે પોતાનાની જરૂરત અનુસાર બીજા રાજયોમાં પોતાનો પ્રચાર કરતા રહે છે જયારે ભૌતિક સીમાઓથી પર ગુગલ પર જાહેરાતની વાત કરીએ તો ભાજપ કોંગ્રેસની સરખામણીમાં લગભગ છ ગણા વધુ ખર્ચ કરી રહી છે.
ગુગલ ટ્રાંસપેંરેંસીના એક રિપોર્ટ અનુસાર ભાજપે ફેબ્રુઆરી ૨૦૧૯થી અત્યાર સુધી ૧૭.૬૩ કરોડ રૂપિયાની જાહરાત ગુગુલના વિવિધ પ્લેટફોર્મ્સ પર આપી છે જયારે કોંગ્રેસે આ દરમિયાન લગભગ ત્રણ કરોડ રૂપિયાની જ જાહેરાત આપી છે એટલે કે ભાજપે કોંગ્રેસથી લગભગ છ ગણા વધારે પૈસા ગુગલ પર પ્રચારમાં ખર્ચ કર્યા છે.
ભાજપના મહારાષ્ટ્ર એકમે અલગથી ૧.૦૬ કરોડ રૂપિયા ગુગલ પર જાહેરાતમાં ખર્ચ કર્યા છે જયારે મહારાષ્ટ્રમાં શાસન કરી રહેલ શિવસેનાએ આ દરમિયાન ફકત ૩૫ લાખ રૂપિયા જ ખર્ચા કર્યા છે.કોમ્યુનિસ્ટ પર્ટી ઓફ ઇન્ડિયા(એમ)એ આ દરમિયાન ફકત ૧૭.૦૪ લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.
જાે સૌથી વધુ ખર્ચ કરનારી રાજનીતિક પાર્ટીની વાત કરીએ તો ડીએમકે આ મામલામાં સૌને ચોંકાવી દીધા છે તમિલનાડુની એક ક્ષેત્રીય પાર્ટી હોવા છતાં પણ ડીએમકેએ આ દરમિયાન ૨૨.૨૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે જાે કોઇ પણ રાજનીતીક પક્ષ દ્વારા કરવામાં આવેલ સૌથી વધુ ખર્ચ છે તેની હરીફ પાર્ટી એઆઇડીએમકેએ આ દરમિયાન ૭.૩૧ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે તમિલનાડુમાં એપ્રિલ ૨૦૨૧માં વિધાનસભા ચુંટણી થઇ છે જેને ારણે આ પક્ષોનો પ્રચારનો ખર્ચ વધી ગયો હતો
જાે ક્ષેત્રવાર વાત કરીએ તો આ મામલામાં પણ તમિલનાડુના વિવિધ પક્ષોએ ગુગલ પર સૌથી વધુ ખર્ચ કર્યો છે. ચુંટણી વર્ષ હોવાને કારણે તમિલનાડએ ૩૪.૬૩ કરોડ રૂપિયા ખર્ચ કર્યો તો ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૭.૭૬ કરોડ દિલ્હીમાં ૬.૯૬ કરોડ રૂપિયા,આંધ્રપ્રદેશે ૫.૪૪ કરોડ બિહારે ૪.૫૧ કરોડ અને મધ્યપ્રદેશે ૨.૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો આ ઉપરાંત ઓરિસ્સાએ ૪.૮ કરોડ રાજસ્થાને ૧.૭૪ કરોડ તેલંગણાએ ૨.૬૪ કરોડ ઉત્તરપ્રદેશ ૨.૯૦ કરોડ રૂપિયા અને પશ્ચિમ બંગાળએ ૫.૦૯ કરોડ રૂપિયા ખર્ચ કર્યા