Western Times News

Gujarati News

ભાજપે ગત વખતે થયેલી ટીકાને ધ્યાનમાં રાખી વંદનાની જગ્યાએ સપનાને ટીકીટ આપી

લખનૌ: ભાજપે ગાજીપુરના જીલ્લા પંચાયતના અધ્યક્ષ માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે સપના સિંહને અહીંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.સપનાએ તાજેતરમાં જ ભાજપનું સભ્ય પદ ગ્રહણ કર્યું હતું કહેવામાં આવે છે કે જીલ્લા સંગઠને પ્રદેશ નેતૃત્વને ફકત વંદના યાદવનું નામ જ મોકલ્યું હતું પરંતુ અચાનક સપના સિંહને સભ્ય પદ ગ્રહણ કરાવીને ઉમેદવાર જાહેર કરી દીધા છે. ટીકીટ બદલતા જ લોકોના મગજમાં ૨૦૧૬ની જીલ્લા પંચાયત ચુંટણી અને ૨૦૧૨ની જંગીપુર વિધાનસભ ચુંટણીની યાદ તાજી થઇ ગઇ છે.બંન્ને ચુંટણીઓ દરમિયાન બનેલ ઘટનાઓ ગાજીપુર ભાજપ માટે ન ભુલી શકાય તેવી છે.આ દરમયાન ભાજપની ખુબ ટીકા થઇ હતી.

એ યાદ રહે કે ગત જીલ્લા પંચાયત અધ્યક્ષ ચુંટણી એટલે કે ૨૦૧૬ની અહીની બેઠક પછાત જાતી માટે અનામત હતી ભાજપથી જીલ્લા પંચાયત સભ્ય હરેન્દ્ર યાદવને જીલ્લા પંચાયત અધ્યક્ષ બનાવ્યા હતાં ઉમેદવારીપત્રક દાખલ કર્યા બાદ જાણવા મળ્યું કે હરેન્દ્ર યાદવે પોતાની ઉમેદવારીની સાથે કોષ પત્રની શુક્લ રસીદ લગાવી ન હતી આવામાં ભાજપની દાવેદારી સમાપ્ત થઇ ગઇ અને સપા તરફથી વિજય યાદવની પત્ની આશા યાદવ બિનહરીફ ચુંટાઇ આવ્યા ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા અને રેલ રાજયમંત્રી મનોજ સિન્હાની દેખરેખમાં જીલ્લા પંચાયત અધ્યક્ષ પદ માટે થઇ રહેલ પ્રતિષ્ઠીત ચુંટણીમાં પાર્ટી ઉમેદવાર માત્ર એક કોષ પત્રની રસીદ જેવા કાગળ ન હોવાને કારણે ઉમેદવારની તો ટીકા થઇ સાથે ભાજપની પણ થઇ હતી

આ પહેલા ૨૦૧૨ વિધાનસભા ચુંટણીમાં ભાજપે જાણિતા લોકગીત ગાયક અને સપાના મોટા નેતા વિજય લાલ યાદવને જંગીપુર વિધાનસભાની ટીકીટ આપી વિજય લાલે ઉમેદવારી પત્રક ભર્યા બાદ ઉમેદવારી પત્રક પાછા લેવાના એક દિવસ પહેલા પોતાની દાવેદારી પાછી લઇ લીધી અને ભાજપના સભ્ય પદેથી રાજીનામુ આપ્યું તેમના આ પગલાથી ભાજપની ભારે ટીકા થઇ જાે કે અંતિમ ક્ષણે રમેશ સિંહ પપ્પુને પોતાનો ઉમેદવાર જાહેર કર્યો તેાં ભાજપને સખ્ત પરાજય થયો

હવે આ વર્ષે વંદના યાદવની દાવેદારી ત્યારથી તેજ થઇ હતી હરેન્દ્ર યાદવ અને સીમા યાદવની ચુંટણી સમીકરણ પર ચર્ચાઓ તેજ થઇ ગઇ હતી એક જુથ પાર્ટી નેતાઓને હરેન્દ્ર યાદવ અને વિજય યાદવને ઉમેદવાર બનાવવાની ઘટનાઓની યાદ અપાવતા રહ્યાં આ દરમિયાન પાર્ટીના પૂર્વ જીલ્લા મંત્રી અને પૂર્વ જીલ્લા પંચાયતના સભ્ય અનિલ પાંડેયની એક વીડિયો પણ વાયરલ થઇ તેમાં તે ભાજપ નેતાઓથી સામાન્ય બેઠક પર સામાન્ય જાતિના ઉમેદવારની દાવેદારીની વાત કરતા નજરે પડયાં આવામાં અચાનક સપના સિંહને પાર્ટીું સભ્ય પદ આપી થોડાક જ કલાકોમાં જીલ્લા પંચાયત અધ્યક્ષ પદના ઉમેદવાર જાહેર કરાતા જ જુની ચર્ચાઓ તેજ થઇ ગઇ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.