ભાજપે જયોતિરાદિત્ય સિંધિયાને ચુંટણી પ્રચારમાંથી દુર રાખ્યા
ભોપાલ: મધ્યપ્રદેશની દમોહ વિધાનસભા બેઠક પર ૧૭ એપ્રિલે યોજાના પેટાચુંટણીમાં જીત હાસલ કરવા માટે સત્તારૂઢ ભાજપે પોતાની તમામ શક્તિઓ કામે લગાવી દીધી છ.પાર્ટીના તમામ નતા અને કાર્યકર્તાઓ દમોહમાં અડ્ડો જમાવીને બેસી ગયા છે મુરલીધર રાવ, નરેન્દ્રસિંહ તોમર,ઉમા ભારતી પ્રહલાદ પટેલથી લઇ તમામ સ્ટાર પ્રચારકો દામોહમાં ચુંટણી પ્રચાર માટે પોતાની શક્તિ ઝોકી રહ્યાં છે પરંતુ આ બધા વચ્ચે અહીં ધ્યાન જાય તેવી વાત એ છે કે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ જયોતિરાદિત્ય સિંધિયા કોઇ પણ ચુંટણી પ્રચાર દરમિયાન જાેવા મળ્યા નથી
પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી દમોહમાં ભાજપના ઉમેદવાર રાહુલ સિંહ લોધીની મોટી જીતનો દાવો કરી રહ્યાં છે તો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચોહાણ અને પ્રદેશ અધ્યક્ષ વી ડી શર્મા પણ લોધીની જીત માટે આશ્વસ્ત છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જયોતિરાદિત્ય સિંધિયા ચુંટણીમાં પ્રચારમાં અત્યાર સુધી દુર રહ્યાં હતાં જાે કે સુત્રોનું કહેવુ છે કે જીલ્લામાં જયોતિરાદિત્યનો પહેલો કાર્યક્રમ ૧૪ એપ્રિલે બનાવવામાં આવ્યો છે અને તેઓ મુખ્યમંત્રી શિવરાજસિંહની સાથે રોડ શો કરશે
જો કે સુત્રોનું કહેવુ છે કે રાજયમાં કોરોનાના સંક્રમણને જાેતા તેમનો આ કાર્યક્રમ પણ રદ થઇ શકે છે. એ યાદ રહે કે ભાજપે પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાની વિધાનસભા ચુંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદીમાં ૨૪ નંબર પર સિંધિયાને સામેલ તો જરૂર કર્યા છે પરંતુ પાર્ટીએ તેમનો કોઇ કાર્યક્રમ બનાવ્યો નથી જાે કે સિંધિયા રવિવારે રાજસ્થાનના શ્રીગંગાનગરની પેટાચુંટણી માટે પ્રચાર કરવા જરૂર ગયા હતાં
બીજુબાજુ કોંગ્રેસ પણ પેટાચુંટણીનો પ્રચાર પુરો થાય તે પહેલા એટલે કે ૧૪ એપ્રિલે દમોહમાં શક્તિ પ્રદર્શન કરશે આ માટે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ આંબેડકર જયંતિ પર દમોહમાં રોડ શો કરશે આ દરમિયાન અહીં તેઓ બે જાહેરસભાને સંબોધન કરશે તેમની સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે દમોહમાં વિધાનસભા બેઠક પર ૧૭ એપ્રિલે પેટાચુંટણી થનાર છે આ પેટાચુંટણીમાં ૨૨ ઉમેદવારો મેદાનમાં છે.