ભાજપે જારી કરી સ્ટાર પ્રચારકોની યાદી,મોદી યોગી અને મિથુનનો સમાવેશ
નવીદિલ્હી: ભાજપે આજે પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચુંટણીમાં પ્રચાર કરવા માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જારી કરી છે.આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ,જે પી નડ્ડા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તાજેતરમાં ભાજપમાં સામેલ થયેલ મિથુન ચક્રવર્તી સહિત અનેક મોટા નેતાના નામ છે.
પશ્ચિમ બંગાળ માટે પાર્ટીના સ્ટાર પ્રચારકોમાં રાજનાથ સિંહ,નીતીન ગડકરી,અર્જૂન મુંડા,ધર્મેન્દ્ર પ્રધાન,સ્મૃતિ ઇરાની, કૈલાશ વિજયવર્ગીય, શિવપ્રકાશ મુકુલ રોય દિલીપ ધોષ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણણ,યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ ફગ્ગનસિંહ કુલસ્તે મનસુખભાઇ માંડવીયા જુવેલ ઓરામ રાજીવન બેનર્જી અરવિંદ મેનન,અમિત માલવીયા બાબુલ સુપ્રિયો દેબાશ્રી ચૌધરી નરોત્તમ મિશ્રા બાબુલાલ મરાંડી રધુવર દાસ લોકેટ ચેટર્જી રાજુ બૈનર્જી અમિતાવ ચક્રવર્તી જયોતિર્મય સિંહ મહતો સુભાષ સરકાર કુનાર હેમબરમ યશદાસ ગુપ્તા શ્રીબંતી ચેટર્જી હીરેન ચેટર્જી અને પાયલ સરકાર સામેલ છે.
પશ્ચિમ બંગાળમાં રહેતા બિહારી મતદારોને ખેંચા માટે મનોજ તિવારી પણ પ્રચાર કરશે તો મહાભારત સીરિયલમાં દ્રોપદીની ભૂમિકા ભજવનાર લોકપ્રિય થયેલ ભાજપ નેતા રૂપા ગાંગુલી પણ પાર્ટી માટે પ્રચાર કરશે કુલ ૪૦ સ્ટાર પ્રચારોમાં કેન્દ્રીય નેતાઓની સાથે પશ્ચિમ બંગાળમાં લોકપ્રિય ચહેરાને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આસામના સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ પાર્ટીના તમામ વરિષ્ઠ નેતા સામેલ છે. જેમાં સર્વાનંદ સોનોવાલા હેમંતવિશ્વ શર્મા,રનજીતકુમાર દાસ મુખ્તાર અબ્બાસ નકવી જીતેન્દ્ર સિંહ નામ પણ સામેલ છે આ ઉપરાંત આસામાં રામેશ્વ તેલીએનબીરેન સિંહ પેમાં ખાંડુ વિજયંત જે પાંડા દિલીપ સૈફિયા પવન શર્મા અજય જામવાલ શાહનવાજ હુસેન રમન ડેકા વગેરેના નામો સામેલ છે.