ભાજપે નરેન્દ્ર મોદીના શિખો સાથેના સંબંધોનો સહારો લીધો
ચંડીગઢ: ત્રણ કૃષિ સુધાર કાનુનોને લઇ કિસાનોના વિરોધનો સામનો કરી રહેલ ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામના સહારે મેદાનમાં ઉતરી ગઇ છે. આ સાથે જ પાર્ટીએ ખાસ રણનીતિ તૈયાર કરી છે. પંજાબમાં ભાજપે જમણા હાથે કામ કરો ડાબા હાથને ખબર ન પડે તેવી નીતિ અપનાવી છે.પંજાબીઓને હવે અ ે બતાવવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન અને કેન્દ્ર સરકારે પંજાબ માટે શું શું કર્યું છે. તેના માટે ૭૧ પાનાની એક પુસ્તિકા છપાવી છે અને તે દરેક વિધાનસભા વિસ્તારમાં ૧૫૦થી ૨૦૦ મુખ્ય લોકોને ભેટ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદી અને તેમની સરકારના શિખોની સાથે વિશેષ સંબંધ નામથી પ્રકાશિત આ પુસ્તક ભાજપ લગભગ ત્રણ અઠવાડીયાથી વિતરિત કરી રહી છે. અત્યાર સુધી લગભગ ૧૯,૪૭૦ પુસ્તકોનું વિતરણ થઇ ચુકયુ છે.આ પુસ્તક દ્વારા ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિખો અને પંજાબથી જાેડાણની બાબતમાં બતાવવામાં આવ્યું છે.તેમાં મોદીના પંજાબની રાજનીતિ અને સામાન્ય જનજીવનથી જાેડાણને પણ રેખાકિંત કરવામાં આવી છે.
પુસ્તકમાં મુખ્યત્વે કરતારપુરનું નિર્માણ ૧૯૮૪ના શિખ વિરોધી તોફાનોના મામલામાં કાર્યવાહી,કર મુકત લંગર,આતંકવાદના દિવસોમાં બનેલ બ્લેક લિસ્ટથી નામોને હટાવવા, શિખ યુવાનાને સશક્તિ બનાવવા જેવા ૧૯ મુખ્ય પાસાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે પુસ્તકના કવર પેજ પર કરતારપુર કોરિડોરના શુભારંભના સમય થયેલ આયોજનની તસવીરને જગ્યા આપવામાં આવી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ અશ્વની શર્માનું કહેવું છે કે પહેલા તબક્કામાં દર વિધાનસભા વિસ્તારના મુખ્ય લોકોને પુસ્તક આપવામાં આવી રહી છે તેમાં ધાર્મિક વ્યાપારી અને સમાજમાં સારા પ્રભાવ રાખનારા લોકો સામેલ છે.હવે પાર્ટી તેમાં વધુ વિસ્તાર કરતા અન્ય લોકો સુધી પણ પુસ્તક પહોંચાડશે જેથી સામાન્ય લોકોને પણ માહિતી મળી શકે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારે પંજાબ માટે શુ શું કર્યું છે.
મુખ્ય વાત એ છે કે આ પુસ્તકમાં કિસાન અને કિસાનોથી જાેડાયેલ અન્ય નિર્ણયને સ્થાન આપવામાં આવ્યું નથી પરંતુ મુખ્યત્વે ધાર્મિક અને ભાવનાત્મક રીતે જાેડાયેલ મુદ્દાને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં કરતારપુર સાહિબ કોરિડોરનું નિર્માણ ગુરૂ નાનક દેવજીનો ૫૫૦નો પ્રકાશ પર્વ ગુરૂ ગોવિંદ સિંહજીનો ૩૫૦માં પ્રકાશ પર્વ શ્રી હરિમંદિર સાહિબ અમૃતસરનું એફસીઆરએ (વિદેશી અંશદાન વિયિમન અધિનિયમ) રજીસ્ટ્રેશન વગેરે સામેલ છે.
ભાજપ હાઇકમાન્ડ તરફથી આગામી વર્ષ યોજાનાર વિધાનસભા ચુંટણીને લઇ પંજાબના ભાજપ નેતાઓને ગતિવિધિઓ વધારવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે આ સાથે જ ભાજપ એ ઇચ્છે છે કે જાહેર સમારોહ કરતી વખતે કિસાનોની સાથે કોઇ ટકરાવની સ્થિતિ પણ ન બને