ભાજપે બીજા તબક્કા માટે ૪૬ ઉમેદવારીની યાદી જારી કરી
પટણા: બિહાર વિધાનસભા ચુંટણીના બીજા તબક્કા માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.ભાજપની આ યાદીમાં ૪૬ નામનો સમાવેશ થાય છે આ વખતે બિહારમાં ભાજપ ૧૨૧ બેઠકો ઉપરથી ચુંટણી લડશે પહેલા અને બીજા તબક્કાના મળીને અત્યાર સુધી ભાજપે પોતાના ૭૫ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
બીજી યાદીની વાત કરીએ તો ભાજપે પોતાના ત્રણ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. ભાજપે પોતાના પ્રદેશ પ્રવકતા નિખિલ આનંદનને મનેરથી ટિકિટ આપી છે.
ભાજપે બેતિયાથી રેણુદેવી,સીતામઢીથી ડો મિથિલેશ કુમાર પટણા સાહિબથી નંદકિશોર યાદવ અને ગોપાલગંજથી સુભાષ સિંહ ઉપર દાવ અજમાવ્યો છે આ ઉપરાંત ભાજપે આ વખતે ત્રણ ધારાસભ્યોના પત્તા કાપ્યા છે.આ યાદીમાં ચનપટિયાથી પ્રકાશ રાય સિવાનથી વ્યાસ દેવ પ્રસાદ અને આમનોરથી શત્રુધ્ન તિવારીનો સમાવે થાય છે.
ભાજપે આ સાથે જ બિહાર વિધાનસભા ચુંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે તેમાં વડાપ્રધાન મોદી ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા,અમિત શાહ દેવેન્દ્ર ફડનવીસ રવિશંકર પ્રસાદ સ્મૃતિ ઉરાની યોગી આદિત્યનાથ રધુબર દાસ મનોજ તિવારી બાબુલાલ મરાંડી નંદરિશોકર યાદવ મંગલ પાંડેય રામકૃપાલ યાદવ સુશિલ શિંદે છેદી પાસવાન સંજય પાસવાન જનક ચમાક સમ્રાટ ચૌધરી વિવેક ઠાકુર,આર કે સિંહ ધર્મેન્દ્ર પ્રધાન રાધામોહન સિંહ અશ્વિની ચોબે સામેલ છે.