ભાજપે રાજ્યસભાના ૧૮ ઉમેદવારોની યાદી જાહેર કરી

નવીદિલ્હી,ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ૧૮ ઉમેદવારોની જાહેરાત કરી છે. પ્રથમ યાદીમાં યુપીથી લક્ષ્મીકાંત વાજપેયી અને રાધા મોહન અગ્રવાલ સહિત ૬ ઉમેદવારોના નામ સામેલ છે.મોડી સાંજે બીજી યાદીમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાંથી રાજ્યસભાના એક-એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ૫૭ બેઠકો માટે ૧૦ જૂને ચૂંટણી યોજાશે.ભાજપે મધ્યપ્રદેશમાંથી કવિતા પાટીદાર, કર્ણાટકમાંથી ર્નિમલા સીતારામન અને જગેશ, મહારાષ્ટ્રમાંથી પીયૂષ ગોયલ અને ડૉ. અનિલ સુખદેવરાવ, રાજસ્થાનમાંથી ઘનશ્યામ તિવાને ઉમેદવાર બનાવ્યા છેબીજી યાદીમાં મહારાષ્ટ્રના ધનંજય મહાડિક અને ઝારખંડના આદિત્ય સાહુનું નામ છે.
જેપીએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને સંગઠનનું નેતૃત્વ કરી રહ્યા હતા. તે પછી ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં, સંગઠને તેમને જાેઇનિંગ કમિટીમાં નિયુક્ત કર્યા હતા.HS1KP