ભાજપે ૩૦મી મેથી ૧૪મી જૂન સુધી ઉજવણી કરવાનું આયોજન કર્યું

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને ૮ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી મોટા પાયે ઉજવણીની તૈયારી કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પાર્ટીએ બુધવારે બીજેપી હેડક્વાર્ટરમાં આ સંબંધમાં એક બેઠકનું પણ આયોજન કર્યું છે.
આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટી જનતા સુધી પોતાની પહોંચ વધારવાની યોજના બનાવી રહી છે.
સૂત્રોને ટાંકીને કહ્યું કે, ૨૫ મેના રોજ બીજેપી હેડક્વાર્ટરમાં એક મીટિંગ થશે. મોદી સરકારના ૮ વર્ષ પૂરા થતાં અમે ભવ્ય ઉજવણીની યોજના અંગે ચર્ચા કરીશું. પાર્ટીના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ સંબંધિત ૧૫-દિવસના કાર્યક્રમો પર પણ વિચાર કરશે.
સૂત્રએ કહ્યું કે, સરકારના તમામ કાર્યક્રમો અને નીતિઓ સાથે લોકો સુધી પહોંચવાનું લક્ષ્ય છે. એજન્સીના જણાવ્યા અનુસાર, સૂત્રએ કહ્યું, “ભાજપ સરકારની નીતિઓ અને કાર્યક્રમો સાથે તેના લોકો સુધી પહોંચીને મોટી ઘટનાની તૈયારી કરી રહી છે. સરકારમાં મંત્રીઓ ‘વિકાસ તીર્થ યાત્રા’ કાઢશે. આવતીકાલની બેઠકમાં આ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
૩૦ મેના રોજ કેન્દ્રમાં ભાજપને ૮ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગે પાર્ટીએ ૩૦મી મેથી ૧૪મી જૂન સુધી ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. ખાસ વાત એ છે કે ૨૦ મેના રોજ જયપુરમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં સરકારના રિપોર્ટ કાર્ડને લોકો સુધી પહોંચાડવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી.HS2