ભાજપ અગ્રણીની હોટલમાંથી જુગારધામ ઝડપાયું
૨ મહિલા સહિત ૨૦ની જુગાર રમતા હોટલમાંથી ધરપકડ
જૂનાગઢ, જૂનાગઢ ભાજપ અગ્રણી કરશનભાઇ ધડુકની (Karsan Dhaduk Junagadh, Gujarat) હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે. જેમાં ૧૮ પુરૂષો, ૨ મહિલા સહિત ૨૦ લોકો જુગાર રમતા ઝડપાયા છે. સ્થળ પરથી ૧૪ લાખ રોકડા, ૮૬ હજારનાં ૧૮ મોબાઇલ સાથે ૪ કાર પણ જપ્ત કરવામાં આવી છે. જેના કારણે હાલ સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
મળતી માહિતી પ્રમાણે, પોલીસને બાતમી મળી હતી કે, જૂનાગઢ સક્કરબાગની સામે આવેલા એસેલ પાર્ક પાર્ટી પ્લોટનાં માલિકો બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવતા હતા. જેથી ત્યાં દરોડો પાડતા પુરુષો તથા સ્ત્રી મળીને કુલ ૨૦ આપોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતા.
જેમની પાસેથી ૧૪ લાખ રોકડ તથા ૮૬, ૦૦૦નાં ૧૮ મોબાઇલ અને ૩૫ લાખના ચાર ફો વ્હીલર જપ્ત કરવામાં આવ્યાં હતા. મહત્વનું છે કે, ભાજપના પૂર્વ પ્રમુખ કરશનભાઇ ધડુકની માલિકીની આ ગાર્ડન રેસ્ટોરન્ટ છે. પોલીસે સ્થળ પર દરોડા પાડીને ૨૦ શખ્સોને ઝડપી પાડ્યા હતા.