ભાજપ ઉત્તરપ્રદેશની નવી ટીમ જાહેર કરવામાં આવી
લખનૌ, ભાજપ ઉત્તરપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે આજે પોતાની ટીમ એટલેકે ભાજપ ઉત્તરપ્રદેશની કારોબારીની જાહેરાત કરી છે સ્વતંત્રસિંહે ૨૦૨૨ની વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી પોતાની ટીમમાં યુવાનોની સાથે અનુભવી લોકોને પણ રાખ્યા છે આ ભારે ભરચક ટીમમાં ૧૬ ઉપાધ્યક્ષ સાત પ્રદેશ મહામંત્રી તથા ૧૬ મંત્રીની સાથે બે કોષાધ્યક્ષ પણ છે વિજય બહાદુર પાઠક અને પંકજ સિંહને બઢતી આપી ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ભાજપે લગભગ નવી ટીમ તૈયાર કરી છે તેમાં ૫૦ વર્ષથી ઓછી વયના લોકોને મહત્વ આપવામાં આવ્યું છે ક્ષેત્રીય તથા સામાજિક સંતુલન સાધવાની સાથે જ ટીમની રચનામાં આ વખતે અડધી વસ્તીનું પણ યોગ્ય ધ્યાન રાખવામાં આવ્યું છે મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
ભાજપ અધ્યક્ષે પોતાના કાર્યકાળ સંભાળ્યાના લાંબા સમય બાદ પોતાની ટીમ જાહેર કરી છે માનવામાં આવે છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા તરફથી લીલી ઝંડી મળ્યા બાદ ટીમની જાહેરાત કરવામાં આવી છે પ્રદેશ ભાજપની નવી કારોબારી અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહને મિલાવી ૪૨ સભ્યોની છે. ભાજપ અધ્યક્ષે ટીમ બનાવવામાં ેએક વર્ષનો સમય લીધો છે.HS