ભાજપ: કહીં ખુશી કહીં ગમ
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, આગામી ૨૧ ફેબ્રુઆરીએ યોજાનાર ૦૬ મહાનગરપાલિકા સહિતની સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકના પ્રથમ દિવસે ઉમેદવારોની પસંદગી માટે ત્રણે નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. જના કારણે ભાજપમાં “કહી ખુશી-કહીં ગમ”નો માહોલ જાેવા મળી રહ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નવા ત્રણ નિયમોની જાહેરાત કરતાં જ ટિકિટ દાવેદારોમાં હડકંપ મચી ગયો છે. નવા નિયમો મુજબ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા થશે તો સીનીયર કોર્પાેરેટરોની બાદબાકી થશે જ્યારે ભાજપના ગઢ સમાન ખાડીયા વોર્ડની પેનલ કપાઈ જશે.
મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના નવા માપદંડ મુજબ ત્રણ કે તેથી વધુ ટર્મથી ચૂંટાતા હોય તેમજ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તેમને ટિકિટ આપવામાં આવશે નહીં. તદપરાંત પરિવારવાદને ખતમ કરવા માટે કોઈપણ નેતાના પુત્ર, ભત્રીજા, ભાણિયા કે ભાઈને ટિકિટ ફાળવવામાં આવશે. પ્રદેશ પ્રમુખની જાહેરાતના મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે.
ત્રણ ટર્મના નિયમને સહુએ એક સાથે વધાવ્યો છે. પરંતુ ઉંમરના નિયમ મામલે અણગમો પણ વ્યક્ત થઈ રહ્યો છે. ભાજપમાં થતી ચર્ચા મુજબ મોટાભાગના કાર્યકરોને ૪૫ કે ૫૦ વર્ષ બાદ તક મળે છે. તેવા સંજાેગોમાં ૬૦ વર્ષે નિવૃત્તિ નિયમનો અમલ યોગ્ય નથી. પાર્ટીમાં ૭૦કે ૮૦ કરતાં વધુ વય ધરાવતાં લોકો હોદ્દા પર બિરાજમાન છે ત્યારે માત્ર કોર્પાેરેટરો માટે જ ૬૦ વર્ષનો નિયમ શા માટે ? તેવા પ્રશ્નો પણ એકમેકને પૂછવામાં આવી રહ્યા છે. ભાજપના કેટલાક કાર્યકરોએ બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કાર્યકરોની સેન્સ લેતા પહેલા આ નિયમની જાહેરાત જરૂરી હતી. જાે પહેલેથી જ આ નિયમ જાહેર કરવામાં આવ્યો હોત તો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે તેઓ તેમની અલગથી રજૂઆત કરી શક્યા હોત.
ભારતીય જનતા પક્ષમાં ઉમેદવારોની પસંદગી માટે જાહેર કરવામાં નવા માપદંડ બાદ ખાડીયા વોર્ડની પેનલ કપાઈ જશે. જ્યારે મણીનગરમાં ચાર પૈકી ત્રણ કોર્પાેરેટરો નવા નિયમના દાયરામાં આવી ગયા છે. પાર્ટીના નવા નિયમ બાદ કોર્પાેરેટરોમાં નારાજગી જાેવા મળી છે જ્યારે કાર્યકરોમાં ઉત્સાહ જાેવા મળ્યો છે. ત્રણ ટર્મ બાદ ફરજીયાત નિવૃત્તિના કારણે વર્ષાેથી પાર્ટીને સમર્પિત કાર્યકરોને તક મળશે તેવી આશા કાર્યકરોમાં જાેવા મળી છે.