ભાજપ જલદી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરશે

નવીદિલ્હી, જુલાઈમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. તેવામાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભાજપ કોઈ ઓબીસી કે મહિલાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકે છે.
મહિલાઓ અને ઓબીસીનું દેશની વસ્તીમાં વધુ પ્રતિનિધિત્વ છે. પરંતુ અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, કે દક્ષિણ ભારતના ઉમેદવાર જેવી અનેક થિયરી રાજકીય વર્તુળોમાં ચાલી રહીછે. ભાજપ સંભાવના અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી નામ જાહેર કરી શકે છે.
જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ વચ્ચે રાજકીય પાર્ટીઓ જાણે છે કે ઓબીસી દેશની કુલ વસ્તીમાં ૪૦ ટકાથી વધુ છે, જ્યારે મહિલાઓ ભારતની વસ્તીની લગભગ અડધી છે. પીએમ નરેન્દ્ર મોદી પણ અનેકવાર કહી ચુક્યા છે કે મહિલાઓ ભાજપની નવી વોટબેંક છે.
પાર્ટીના એક આંતરિક સૂત્રએ કહ્યુ કે, તમામ રાજકીય સમીકરણો વચ્ચે, એસસી સમુદાયથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની સંભાવના નથી, કારણ કે વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સમુદાય સાથે સંબંધ રાખે છે. તેમણે કહ્યું- આ વખતે એસસી સમુદાયના કોઈ નેતાને તક આપવાની સંભાવના ઓછી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ પદ માટે આ સમયે મહિલાઓ અને ઓબીસીને સૌથી વધુ પસંદ કરવામાં આવ રહ્યાં છે.
મહારાષ્ટ્રથી લઈને ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં ઓબીસી એક મોટી શક્તિ છે. ઉત્તર પ્રદેશમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઓપીસી સમુદાયનું મોટુ સમર્થન મળ્યું હતું.
પાર્ટીના એક પદાધિકારીએ કહ્યુ કે, ભાજપની સહયોગી જેડીયૂ સહિત અન્ય પાર્ટીઓએ ઓબીસી સમુદાયનો વિશ્વાસ જીતવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી છે અને તેમાંથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવાથી પાર્ટીને આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં ફાયદો થશે.
ભાજપના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યુ કે, મહિલા અને ઓબીબી દેશમાં મતદાતાઓમાં સૌથી મોટો ભાગ છે. તેવામાં પાર્ટી ઓબીસી કે કોઈ મહિલાને ઉમેદવાર બનાવી શકે છે.
વર્તમાનમાં છત્તીષગઢના રાજ્યપાલ અનુસાઇયા ઉઇકે, તમિલનાડુના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન અને કેરલના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું નામ સંભવિતોમાં છે. તો ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનું નામ પણ ભાજપના રાષ્ટ્રપતિ પદનું નામ ઉમેદવાર માટે સામે આવી રહ્યું છે.HS