ભાજપ દ્વારા સુરત અને નવસારીમાં ૫૦૦૦ રેમડેસિવીર ઈન્જેક્શન મફત આપવા મામલે વિવાદ
સુરત: સુરતમાં ભાજપે રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ શરૂ કરી દીધુ છે. શહેર ભાજપે ૫ હજાર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાયો છે. ઇન્જેક્શનના કાળા બજાર રોકવા ભાજપમાં મફતમાં વિતરણ કરી રહ્યુ છે. ઝાયડસ કંપની પાસેથી ૫ હજાર ઇન્જેક્શન ખરીદ્યા હોવાનું જાણવા મળ્યુ છે અને સામે ઝાયડસ કંપનીએ લોકોને સીધું વેચાણ બંધ કર્યું છે. ઉધના ભાજપ કાર્યકાલ ખાતે ઇન્જેક્શન વિતરણ શરૂ કરાયું છે.
સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછતની વાત ચાલી રહી છે. અછતને પહોંચી વળવા સરકારે હાથ પ્રયાસ ધર્યા છે અને ગુવાહાટીથી ઇન્જેક્શનનો જથ્થો એરલિફ્ટ કરી આજે સાંજ સુધી મંગાવ્યો હોવાની વાત છે એવામાં સી આર પાટીલે લોકોને મફત ઈન્જેક્શન વેચવાનું પણ શરૂ કરી દીધુ છે. સરકાર કહે છે કે, સુરતની કિરણ હોસ્પિટલને ૧૦ હજાર ઇન્જેક્શન અપાશે. જિલ્લા કલેક્ટર તંત્રને ૨૫૦૦ ઇન્જેક્શન આપવામાં આવશે. આજના દિવસમાં ૧૨,૫૦૦ ઇન્જેક્શનનો જથ્થો ઉપલ્બધ કરાવાશે. ત્યારે ભાજપ પાસે જથ્થો ક્યાંથી આવ્યો?
સુરતમાં ભાજપ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન નો મામલો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે ભાજપ પર આક્ષેપ કર્યા છે કે, હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર પર ઇન્જેક્શન નથી મળતા અને ભાજપ પાસે ઇન્જેક્શન કેવી રીતે પહોચ્યાં? શું કમલમ્ ફાર્માસ્યુટીકલ કંપની છે? શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે. ભાજપે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો કેવી રીતે મેળવ્યો? સી.આર.પાટીલ માત્ર સુરત અને નવસારીની જ સેવા કેમ કરે છે. પાટીલ અન્ય જિલ્લાઓમાં કેમ વિતરણ ના કર્યું.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નરે આ મામલે નોંધ લેતા તપાસના આદેશ આપ્યાં છે. વિભાગે કહ્યું છે કે આ મામલે તપાસ સોંપાઈ છે અને ક્યાંથી આવ્યા તેમ જ ભાજપના કાર્યાલય પર તેના વિતરણ કેવી રીતે કરવામાં આવ્યું તે પણ તપાસ કરવામાં આવશે. નિયમોઅનુસાર કોઈ ખાનગી જગ્યાએ આ ઈન્જેક્શનનું સરકારની પરવાનગી વિના વિતરણ ન કરી શકે. ઉપરાંત ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના પણ આ ઈન્જેક્શન આપી શકાય નહીં.
ગુજરાતમાં સરકાર પાસે પણ હાલ કોરોનાના રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે ત્યારે ભાજપ પ્રમુખ દ્વારા મફત વહેંચણીથી ભારે વિવાદ સર્જાયો છે.આવામાં સી.આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે અને કહ્યું હતું કે આ ઈન્જેક્શન અમે જાતે કરી છે. આમા સરકારે અમને કોઈ મદદ નથી કરી. હું મારી જાતે ઈન્જેક્શન લાવું છું. સુરતના અમારા કેટલાંક મિત્રોએ આ ઈન્જેક્શન ખરીદ્યા હતા. તે જ ઈન્જેક્શનનું હવે ભાજપ દ્વારા લોકોની જરૂરિયાત મુજબ કરવામાં આવશે. આવામાં દેખાઈ રહ્યું છે કે પાટીલ મફતના ઈન્જેક્શનની જાહેરાત કરીને ભરાઈ ગયા હતાં.
સી.આર.પાટીલ સરકાર સાથે સંકલન વિના કામ કરી રહ્યાં હોવાનો ખુલાસો થયો છે. સુરતમાં ભાજપ દ્વારા રેમડેસિવિરવિતરણ મુદ્દે સીએમ રૂપાણીએ કહ્યું કે સરકારે ભાજપને કોઈ જથ્થો નથી આપ્યો. ઈન્જેક્શનના જથ્થા મુદ્દે સી.આર.પાટીલને પૂછવું જાેઈએ. સી.આર.પાટીલે વ્યવસ્થા કેવી રીતે કરી એ તેમને ખબર છે.