ભાજપ નેતાએ મુખ્યમંત્રીને કરી ભ્રષ્ટાચારની ફરિયાદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/bjp.webp)
જામનગર, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તપન પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાતના મુખ્યમંત્રીને જામનગર મનપામાં વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધી કરવામાં આવેલ ભરતી અને બઢતીને લઈને પત્ર લખી રજુઆત કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તપન પરમાર દ્વારા પત્રમાં જણાવ્યા મુજબ જામનગર મનપામાં અત્યાર સુધી લાયકાત બઢતી કે બદલી કરવામાં આવી નથી.
જ્યારે વર્ષ ૨૦૧૫ ના મંજુર થયેલ જનરલ સેટઅપ મુજબ સેટઅપમાં નિયત થયેલ લાયકાત મુજબ ભરતી અને બઢતી કરવાની હોય છે. જે નિયમોનું પાલન ન કરાયો હોવાનો ઉલ્લેખ કર્યો છે સાથે સાથે જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપનું શાસન હોય અને ભાજપના જ શાસક પક્ષના ડેપ્યુટી મેયર દ્વારા મનપાની વહીવટી પ્રક્રિયા અંગે આ પત્ર લખાતા મનપા વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ શાસિત બોટાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ શાસક પક્ષ દ્વારા જ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ૨૦૧૯ થી ૨૦૨૧ દરમિયા વોટર વર્કર્સ શાખામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારાના આક્ષેપ છે. વોર્ડ નંબર ૧૦ના સભ્ય મેઘજીભાઇએ જ આ આરોપ લગાવ્યો હતો.
અધિકારીઓની પણ સંડોવણીના આક્ષેપો કરાયા હતા. આ અંગે પાલિકા પ્રમુખને રજુઆત કરવામાં આવી હોવા છતા પણ ધ્યાને નહી લેવાયાનો આક્ષેપ કર્યો હતો. કોન્ટ્રાક્ટ અપાયા બાદ નગરપાલિકાએ પોતે પાઇપ ખરીદીને કોન્ટ્રાક્ટરને ફાળવી હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા હતા.ss3kp