ભાજપ નેતાના ઘરમાં વાનરો ઘૂસ્યા, ભગાવવા જતા પત્ની બીજા માળેથી પડતા મોત

લખનૌ, ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારી ઘટના બની છે. મંદિરથી પુજા કરીને ભાજપ નેતાની પત્ની ઘરે આવી તો વાનરોનું ઝુંડ તેના ઘરમાં હતુ, મહિલાએ વાનરોને ભગાડવાની કોશિશ કરી તો વાનરોએ હુમલો કરી દેતા ગભરાઇ ગયેલી મહિલા બીજા માળેથી નીચે પડી ગઇ હતી અને તેણીનું મોત થયું હતુ.
આ ઘટનાથી આખા વિસ્તારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે અને હવે વાનરોનો ઉત્પાત રોકવા માટે ચર્ચા શરૂ થઇ ગઇ છે.ઉત્તર પ્રદેશના કૈરાના શામલી નગરમાં વાનરોનો ઉત્પાત વારંવાર જાેવા મળે છે, પણ એ તરફ કોઇએ ધ્યાન આપ્યું નહોતું. એનું પરિણામ એ આવ્યું કે ભાજપાના વરિષ્ઠ નેતા અનિલ ચૌહાણની પત્ની સુષ્મા દેવીએ જીવ ગુમાવવાનો વખત આવ્યો.
જાણવા મળેલી માહિતી મુજબ ભાજપના પૂર્વ સાંસદ સ્વર્ગીય બાબુ હુકમ સિંહના ભત્રીજા અનિલ ચૌહાણની પત્ની સુષ્માદેવી જિલ્લા પંચાયત વોર્ડ નં ૧૩ની સભ્ય રહી ચુકી છે. સુષ્મા દેવી મંગળવારે સવારે ૭ વાગ્યે મંદિરમાંથી પુજા કરીને ઘરે આવી તો ઘરમાં વાનરોનું ઝુંડ હતુ.સુષ્મા દેવીએ પહેલાં વાનરોને ભગાડવાની કોશિશ કરી હતી એવામાં વાનરોએ તેણી પર હુમલો કરી દીધો હતો. ગભરાઇ ગયેલી સુષ્મા દેવી બીજા માળેથી નીચે પટકાઇ હતી અને તેનું મોત થયું હતુ.
શામલીના ડીએમ જસજીત કૌરે અનિલ ચૌહાણની પત્નીનું વાનરોના હુમલામાં થી થયેલા મોતના મામલામાં એસડીએમ કૈરાનાને તપાસ સોંપી છે. સાથે એક્ઝિકયૂટીવ ઓફીસરને વાનરોને પકડવાનું અભિયાન ચલાવવાની સુચના આપી છે. શામલીના લોકોએ કહ્યુ હતું કે શામલી જિલ્લો તો બની ગયો છે, પરંતુ આસપાસના વિસ્તારમાં હજુ લોકોને કોઇ સુવિધા મળતી નથી, કૈરાનામાં ઘણા સમયથી વાનરોનો આંતક ફેલાયેલો છે અને અનેક લોકો વાનરોના હુમલાના શિકાર બન્યા છે.HS